બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગટન , બુધવાર, 29 માર્ચ 2017 (10:58 IST)

મોદી આ વર્ષના અંતમાં અમેરિકા જશે, ટ્રમ્પના પ્રેસિડેંટ બન્યા પછી પ્રથમ પ્રવાસ

નરેન્દ્ર મોદી આ વર્ષના અંતમાં વોશિંગટનની મુલાકાત લેશે. વ્હાઈટ હાઉસે આ માહિતી આપી. જો કે તારીખ હજુ સુધી બ્નક્કી થઈ નથી.  ટ્રમ્પે પણ પોતાના એક નિવેદનમાં કહ્યુ કે આ વર્ષના અંતમાં મોદીની મેજબાની માટે તેઓ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા પછી બંને નેતાઓની પ્રથમ મુલાકાત રહેશે. ફોન પર અત્યાર સુધી ત્રણ વાર વાતચીત થઈ. 
 
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી ત્રણ સ્પાઈસરે રિપોર્ટ્સમાં આ જણાવ્યુ. પ્રેસિડેંટે આજે જર્મનીની ચાંસલર અને મોદીને તાજેતરમાં જ થયેલ ઈલેક્શનમાં તેમની પાર્ટીઓની સફળતા માટે શુભેચ્છા આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના અંત સુધીમાં અમેરિકાની મુલાકાત લેશે. વ્હાઇટ હાઉસનું કહેવુ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને અમેરિકા આવવા આમંત્રણ આપ્યુ છે. વ્હાઇટ હાઉસે જો કે પોતાના એલાનમાં મોદીની મુલાકાતની સંભવિત તારીખનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ ટ્રમ્પ પ્રશાસનની આ જાહેરાત એ બાબતનો સંકેત આપે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો હજુ પણ ગાઢ છે.
 
ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સુધારાના એજન્ડાનુ સમર્થન કર્યુ છે અને ભારતના લોકો પ્રત્યે સન્માન વ્યકત કર્યુ છે. આ પહેલા પીએમ મોદી અને ટ્રમ્પ જુલાઇમાં જર્મનીમાં યોજાનાર જી-20 સમીટમાં મળશે. વ્હાઇટ હાઉસના સેક્રેટરી સીન સ્પાઇસરએ જણાવ્યુ છે કે, પ્રેસીડેન્ટે તાજેતરમાં જ મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને હવે ટ્રમ્પ મોદીને આવકારવા માટે તૈયાર છે. બંને નેતાઓએ અગાઉ વૈશ્વિક ત્રાસવાદ, ડિફેન્સ અને સિકયુરીટી અંગે સાથે મળીને લડવા ઇચ્છા વ્યકત કરી હતી. ટ્રમ્પે ભારતને પોતાનુ સહયોગી રાષ્ટ્ર ગણાવ્યુ હતુ.   ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ટ્રમ્પે મોદીને ગ્રેટમેન કહ્યા હતા. તેમણે મોદીને એવા નેતા ગણાવ્યા હતા કે જેઓ ભારતની અફસરશાહીને બદલવામાં પુરી ઉર્જા લગાવી રહ્યા છે