રાજનાથના નિવેદન પર રાજકીય ધમાસાણ
અંગ્રેજી અંગે ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહના નિવેદન અંગે રાજકીય ઘમાસાણ મચી ગયું છે. રાજનાથે જણાવ્યું હતું કે અંગ્રેજીએ આપણા દેશને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આપણે લોકો આપણી ભાષા અને સંસ્કૃતિને ભૂલતા જઇ રહ્યા છીએ. હવે સંસ્કૃત ભાષા તો ભાગ્યે જ કોઇ બોલે છે. આ નિવેદન અંગે કોંગ્રેસે રાજનાથ પર પલટવાર કર્યો છે.
કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ જણાવ્યું કે ભાજપના અધ્યક્ષ ભલે અંગ્રેજીની ટીકા કરી રહ્યા છે, પણ હકીકત એ છે તે તેમણે પક્ષનું વિઝન ડોક્યુમેન્ટ એવા લોકો પાસેથી આઉટ સોર્સ કરાવ્યું છે જેઓ માત્ર અંગ્રેજી જાણે છે.આ મધ્યકાલીન માનસિકતા છે અથવા તો માત્ર દેખાડો છે.
કેટલાક નેતા કહી રહ્યા છે કે, ગાંધી લાંબા સમયથી જેલમાં હતા અને ન્યાયાધીશ સમક્ષ નમ્યા ન હતા, તેમણે ક્યારેય માફી માંગી નથી, તો પછી તેઓ અન્ય લોકોને માફી માંગવા માટે કેવી રીતે કહી શકે. જ્યારે કેટલાક કહી રહ્યા છે કે વર્ષ 1915 માં મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ઘરે પરત ફર્યા ત્યાં સુધી સાવરકરે બે વખત દયા અરજી કરી હતી – 1911 અને 1913 માં, તો ગાંધીના કહેવા પર તેમણે કેવી રીતે માફી માંગી ?
વધુમાં CM ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray) કહ્યું કે, આ લોકોએ પોતાની જાતને પૂછવું જોઈએ કે તેઓએ આઝાદી માટે શું કર્યું. સાથે ભાજપને સલાહ આપતા તેમણે કહ્યું કે મોટેથી નારા લગાવનારા દેશભક્તોએ પાછળ ફરીને જોવું જોઈએ કે આ લોકોએ દેશની આઝાદી માટે શું કર્યું છે. તમને જણાવવુ રહ્યુ કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે સાવરકરે મહાત્મા ગાંધીના કહેવાથી અંગ્રેજોની માફી માંગી હતી. ત્યારબાદથી વિવાદ વણસ્યો છે.