બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 11 ઑક્ટોબર 2021 (18:05 IST)

Power Crisis: દેશમાં પાવર સંકટ વચ્ચે અમિત શાહે કરી મહત્વની બેઠક, કેન્દ્રીય મંત્રી સહિત અનેક અધિકારીઓ સામેલ

દેશના ઘણા રાજ્યોમાં વીજળીનુ સંકટ(Power Crisis) તોળાતુ જઈ રહ્યુ છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર, દિલ્હી અને તામિલનાડુ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ કોલસાની અછતનો મુદ્દો ઉઠાવ્યા બાદ કેન્દ્ર સરકાર વીજ ઉત્પાદન પર ભાર મૂકે છે. દરમિયાન, સોમવારે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ગૃહ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી
 
બેઠકમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહ, (RK Singh) કોલસા મંત્રી પ્રહલાદ જોશી (Pralhad Joshi) અને પાવર અને કોલસા મંત્રાલયના અધિકારીઓએ હાજરી આપી હતી. આ સિવાય એનટીપીસીના અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.
 
સ્થિતિ જલ્દી સુધરવાની શક્યતા 
 
આ પહેલા કોલસાના સ્ટોકની સ્થિતિનું નિરીક્ષણ કરતી કોર મેનેજમેન્ટ ટીમે શનિવારે કહ્યું હતું કે પાવર પ્લાન્ટ્સમાં પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરે તેવી શક્યતા છે. અનેક રાજયોમાં કોલસાની ભારી કમીના સમાચાર વચ્ચે સમિતિએ પરિસ્થિતિની સમીક્ષા કરી. નોંધવામાં આવ્યું હતું કે કોલ ઇન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) દ્વારા કુલ કોલસાનું ડિસ્પેચ 7 ઓક્ટોબરના રોજ 1.501 MT પર પહોંચી ગયું હતું., જેનાથી વપરાશ અને વાસ્તવિક પુરવઠા વચ્ચેનું અંતર ઘટ્યું. કોર મેનેજમેન્ટ ટીમ (CMT) એ ખાતરી આપી છે કે કોલસાની રવાનગી ત્રણ દિવસ પછી 1.7 MT પ્રતિ દિવસ સુધી પહોંચવાની શક્યતા છે, જે કોલસા પુરવઠા અને વીજળીની સ્થિતિમાં સુધારો કરશે.
 
બીજી બાજુ રવિવારે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે દિલ્હીમાં વીજ પુરવઠો જાળવવાની વાત કરી હતી. કેન્દ્રીય ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે અમે આજે તમામ પદાધિકારીઓની બેઠક બોલાવી હતી. દિલ્હીમાં જરૂરી વીજળીનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે અને તે ચાલુ રહેશે.