ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (09:42 IST)

Pornography Case: અશ્લીલ ફિલ્મોના વેપારમાં રાજ કુંદ્રા પર સરકારી વકીલે કર્યા મોટા ખુલાસા, જાણો શુ કહ્યુ ?

પોર્નોગ્રાફી કેસમાં  શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની ધરપકડને પડકારતી અરજી પર સોમવારે બોમ્બે હાઇકોર્ટ સુનાવણી કરી રહી હતી, જે દરમિયાન કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ સાથે સરકારી વકીલે રાજ કુન્દ્રા પર ઘણા મોટા ખુલાસા કર્યા છે. તેમણે હાઇકોર્ટને જણાવ્યું કે રાજ કુન્દ્રા અને રેયાન થોર્પે બંને અશ્લીલ ફિલ્મોના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે બંને બીજાને કોને શું કરવું તે ઓર્ડર આપતા હતા.
 
સરકારી વકીલે મોટો ખુલાસો કરતા કહ્યુ કે તેમના ઘરમાંથી રેડ પાડવા દરમિયાન 62 અશ્લીલ વીડિયો મળી આવ્યા. આ સિવાય એક SAN બોક્સ પણ મળી આવ્યું, જેમાં મોટા પ્રમાણમાં અશ્લીલ વીડિયો છે. સાથે જ  યુટ્યુબ, ગૂગલ, પ્લે સ્ટોર અને આઇઓએસ પ્લે સ્ટોરે નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા આ એપ્લિકેશનને તેમના સંબંધિત પ્લેટફોર્મ પરથી હટાવી દીધી હતી. ઉલ્લેખનીય છે રાજ કુંદ્રાએ મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમા તેમણે  પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસની પ્રોપર્ટી સેલ દ્વારા કરવામાં આવેલી ધરપકડને પડકારી હતી. 
 
શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા કેસ તોડ્યુ મૌન 
 
બીજી બાજુ ટ્રોલિંગને લઈને શિલ્પા શેટ્ટીએ સોમવારે એક નિવેદન રજુ કર્યું છે. જ્યાં તેણે દરેકને સંદેશ આપતા કહ્યું છે કે તે અત્યારે મૌન છે અને ભવિષ્યમાં મૌન રહેવાની છે. સમયની સાથે બધાની સામે સત્ય આવી જ જશે. 
 
પોતાનું નિવેદન આપતા શિલ્પાએ નોટમાં લખ્યું, 'હા, છેલ્લા કેટલાક દિવસો દરેક રીતે મુશ્કેલીઓથી ભરેલા રહ્યા છે. અનેક અફવાઓ અને આરોપો અમારા પર લગાવવામાં આવી રહ્યા છે. મીડિયા અને મારા 'શુભેચ્છકો' એ મારા વિશે ઘણી વાતો કહી છે. માત્ર હું જ નહીં પરંતુ મારા પરિવારને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને અમારા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. મારું સ્ટેંડ એ છે કે મેં અત્યાર સુધી કશુ કહ્યું નથી અને આગળ પણ હું આ બાબતે મૌન રહીશ. તેથી મારા નામ પર ખોટી વાતો ન ફેલાવશો.