શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 21 માર્ચ 2018 (10:33 IST)

યૂપી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજબબ્બરે છોડ્યુ પદ, રાહુલ ગાંધીને સોંપ્યુ રાજીનામુ

પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ રાજબબ્બરે પાર્ટી પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. સૂત્રો મુજબ રાજ બબ્બરે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામુ સોંપી દીધુ. જો કે પાર્ટી પોતે રાજ બબ્બર તરફથી  આ અંગે કોઈ ઔપચારિક માહિતી નથી આપવામાં આવી. પ્રદેશ પદાધિકારીઓએ પણ આ વિશે માહિતી હોવાનો ઈનકાર કર્યો. સૂત્રો મુજબ રાજ બબ્બરે પોતાના કેટલાક નિકટના લોકોને પોતાના નિર્ણયની માહિતી આપી. નવા પ્રદેશ અધ્યક્ષ માટે હાલ કોઈ નામ નક્કી નથી. સત્તાવાર રૂપે તેનુ એલાન થતા સુધી રાજ બબ્બર પોતાના પદ પર કાયમ રહેશે. 
 
રાષ્ટ્રીય અધિવેશન પછી ફેરફાર થવો નક્કી હતો 
 
પાર્ટી સૂત્રો મુજબ રાષ્ટ્રીય અધિવેશન પછી યૂપી સહિત અનેક પ્રદેશોમાં ફેરફાર થવો નક્કી છે. ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ બાબતને લઈને અનેકવાર સંકેત આપી ચુક્યા છે. રાષ્ટ્રીય અધિવેશનમાં પણ તેમણે ફેરફારના સંકેત આપ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ પદનેલઈને અનેક નમ પર ચર્ચા ચલઈ રહી છે.  પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ પૂર્વ ધારાસભ્ય લલિતેશ ત્રિપાઠીથી લઈને પૂર્વ સાંસદ રાજેશ મિશ્ર સુધીનુ નામ ચર્ચામાં છે. બીજી બાજુ પ્રદેશને અનેક જોનોમાં વાંચીને જુદા જુદા નેતાઓએ જવાબદારી આપવાની પણ ચર્ચા છે.  રાજ બબ્બર સોમવારે એક વિવાહ સમારંભમાં સામેલ થવા માટે લખનૌ આવ્યા હતા અને મંગળવારે સવારે પરત ગયા.