શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 13 જુલાઈ 2021 (16:38 IST)

Covid-19 Vaccine: સીરમ ઈસ્ટીટ્યુટમાં પણ શરૂ થશે સ્પૂતનિક V નુ ઉત્પાદન, દર વર્ષે 30 કરોડ ડોઝ બનાવવાનુ લક્ષ્ય

Covid-19 Vaccine India: સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા (SII)સપ્ટેમ્બરમાં કંપનીની ફૈસિલિટીમાં સ્પૂતનિક V વેક્સીનનુ ઉત્પાદન શરૂ કરશે. રશિયન ડાયરેક્ટ ઈંવેસ્ટમેંટ ફંડ (RDIF)એ મંગળવારે આ માહિતી આપી. RDIF એ એક નિવેદનમાં કહ્યુ કે SII ની ફેસીલિટીઝમાં સ્પૂતનિક વેક્સીનની પ્રથમ ખેપનુ ઉત્પાદન સપ્ટેમ્બરમાં થવાની આશા છે. તેમા આગળ કહેવામાં આવ્યુ છે કે પાર્ટીઓનો હેતુ ભારતમાં દર વર્ષે 300 મિલિયન (એટલે કે 30 કરોડ) થી વધુ ડોઝનુ ઉત્પાદન કરવાનુ છે. 
 
RDIFએ કહ્યુ કે ટેકનોલોજી ટ્રાન્સફરના ભાગ રૂપે, SII પહેલાથી જ ગમેલિયા સેન્ટરમાંથી સેલ અને વેક્ટરના સેમ્પલ મળી ગયા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા તેમના આયાતને મંજૂરી મળવાની સાથે જ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.