શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (15:05 IST)

સિદ્ધાર્થને અંતિમ સફર પર જોઈને માતા અને શહેનાઝની આંખોમાં અશ્રુધારા

સિદ્ધાર્થ શુક્લાના નિધનના સમાચાર દરેક માટે એક મોટો આઘાત છે. તેમના ફેંસથી લઈને તેમનો પરિવાર અને ઈંડસ્ટ્રીના લોકો દરેક કોઈ હજુ સુધી તેમના મોત પર વિશ્વાસ જ નથી કરી શકતા. બીજી બાજુ આ દરમિયાન સિદ્ધાર્થની ખાસ મિત્ર શહનાજ ગિલનુ દિલ તોડનારુ રિએક્શન સામે આવ્યુ છે. જેના વિશે શહનાઝના પિતાએ પોતે માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે કે તે કેવી રીતે ધ્રુસકે ધ્રુસકે વિલાપ કરતા કહી રહી છે કે પપ્પા હુ હવે કેવી રીતે જીવીશ !
મારા હાથમાં એ દુનિયા છોડીને ગયો...
શહનાજ ગિલ, સિદ્ધાર્થ શુક્લા માટે પોતાના પ્રેમનો અનેકવાર એકરાર કરી ચુકી છે. બીજી બાજુ સિદ્ધાર્થના નિધનના સમાચાર પર એ એકદમ તૂટી પડી છે. ફીફાફૂજની એક રિપોર્ટનુ માનીએ તો સિદ્ધાર્થે શહનાજના હાથોમાં અંતિમ શ્વાસ લીધા. અને શહનાઝ આ આધાત સહન નથી કરી શકતી. તએના પિતા સંતોખ સિંહ સુખે ફોન પર વાત કરતા જણાવ્યુ કે શહનાજે રડી રડીને હાલત ખરાબ કરી લીધી છે. તેણે મને કહ્યુ કે પપ્પા તેણે મારા હાથમાં અંતિમ શ્વાસ લીધા. મારા હાથમાં એ દુનિયા છોડીને ગયો. હવે હુ શુ કરીશ, કેવી રીતે જીવીશ.
ffffffffffffffffffff 
સવારની ઘટના
તેમણે આગળ જણાવ્યુ, શહનાજે તેને સવારે નોર્મલી ઉઠાવવા ગઈ તો તેણે રિસ્પોંડ ન કર્યુ. તેણે ખોળામાં તેને પકડી રાખો અને તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી. પછી તેણે સિદ્ધાર્થની આખી ફેમિલીને બોલાવી જે આસપાસ રહે છે. જ્યારપછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. શહનાઝ કહે છે કે તે નથી હુ કેવી રીતે રહીશ.