રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 4 નવેમ્બર 2018 (07:45 IST)

રાધાની શોધમાં 5 મહિનામાં જ છુટાછેડા આપશે લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ

લાલૂનો મોટો પુત્ર તેજ પ્રતાપના લગ્ન 12 મે 2018ના રોજ ખૂબ જ ધૂમધામથી પૂર્વ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાયની પૌત્રી અને પૂર્વ મંત્રી ચંન્દ્રિકા રાયની પુત્રી એશ્વર્યા રાયના સાથે થઈ હતી. દિલ્હીના ડીંગૂના મિરાંડા હાઉસથી ઈતિહાસમાં સ્નાતક અને એમિટી યૂનિવર્સિટીથી એમબીએ કરનારી એશ્વર્યાની લગ્નની જેટલી ચર્ચા બિહારમાં હતી.  તેનાથી અનેકગણી રાહ તો તેમની દિલ્હીવાળી બહેનપણીઓને પણ કરી રહે એ હતી. પણ કોણે ખબર હતી કે રાજનીતિમાં વર્ષની સૌથી ચર્ચિત લગ્ન થયા પછી પણ આ લગ્ન પાંચ મહિનાથી પણ વધુ નહી ટકે.  હવે તેજ પ્રતાપ અને એશ્વર્યાના લગ્ન તૂટવાના કગાર પર છે. આવુ એટલા માટે કહેવાય રહ્યુ છે કે તેજ પ્રતાપે છુટાછેડા માટે કોર્ટમાં અરજી આપી છે.  તેજ પ્રતાપ અને એશ્વર્યા રાયના લગ્નમાં કેટલીક એવી ગમતી અને અણગમતી વાત બની જે ચર્ચામાં રહી.  ભલે વાત હોય જમવાનુ લૂંટવાની કે નીતીશ કુમાર અને લાલૂ યાદવના મહિનાઓ પછી જોશથી મળવાની. 
 
લાલૂ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્નને હજુ પાંચ મહિના પણ થયા નથી અને એ હવે તૂટવાના કગાર પર છે. તેમણે પોતાની પત્ની એશ્વર્યા પાસેથી છુટાછેડા લેવા માટે પટના સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે કહ્યુ કે તેઓ એશ્વર્યા સાથે રહેવા નથી માંગતા. અરજીમાં તેમણે કહ્યુ કે તેઓ કૃષ્ણ છે પણ તેમની પત્ની રાધા નથી. તો બીજી બાજુ જાણવા મળ્યુ છે કે રાબડી દેવી અને એશ્વર્યાના પરિવારના લોકો આખી રાત આ બંન્નેને સમજાવતા રહ્યા અને નિર્ણય કર્યો કે એશ્વર્યા તેના સાસરે જ રહેશે.  આવુ રાબડી દેવીના કહેવાથી થયુ છે.  પરિવારની અંદર આ નવા વિવાદે કેવી રીતે જન્મ લીધો તેનુ પર્યાપ્ત કારણ મળ્યુ નથી.  તેજ પ્રતાપના 4-5 દિવસના ફેસબુક પોસ્ટ પર નજર નાખીએ તો તે મથુરાના વૃંદાવનમાં અનેક સ્થાન પરથી ફેસબુક લાઈવ કરીને ત્યાના સ્થાનનું મહત્વ સમજાવી રહ્યા છે. તેજ પ્રતાપ  ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ રહે છે અને અવારનવાર મથુરા આવતા જતા રહે છે.