શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 17 એપ્રિલ 2022 (16:07 IST)

વિદિશામાં બાળકી આઈસ્ક્રીમ લેવા માટે દોડતી જઈ રહી હતી

મધ્યપ્રદેશનાં વિદિશામાં 5 વર્ષની બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. તે બાળકો સાથે ઘરની બહાર નીકળી હતી. બાળકી શેરીમાં દોડતી જઈ રહી હતી ત્યારે પાછળ દોડીને આવેલો રખડતો કૂતરો તેના પર તૂટી પડ્યો હતો. કૂતરાએ હુમલો કરતા બાળકીના પગમાં ગંભીર ઈજા થઈ હતી. કૂતરાના હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
 
આ ઘટના શુક્રવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. નંદવાના નિવાસી મિલન અગ્રવાલની પાંચ વર્ષની પુત્રી આર્યા અગ્રવાલ આઈસ્ક્રીમ લેવા ઘરની બહાર નીકળી હતી