સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 નવેમ્બર 2017 (10:13 IST)

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

મોદી પર વ્યક્તિગત હુમલો કરવો નહી.... ગરિમા જાળવવી જોઈએ - રાહુલ 
 
 વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિક નિવેદોનો વચ્ચે કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના નેતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યકિતગત પ્રહાર ન કરવા આદેશ આપ્યો છે, સાથે ચૂંટણી પ્રચાર દરમિયાન શબ્દોની ગરિમા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા કહ્યું છે.
 
નોટબંધી 2 માં મોદીજી આવતીકાલે કરશે નવી જાહેરાત 
રૂ. 500 અને રૂ. 1000ની નોટો રદ થયાને એક વર્ષ પૂર્ણ થતાં હવે પછીની વ્યૂહરચના વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આઠમી નવેમ્બર રોડમેપ જાહેર કરનાર છે. આ માટે ઉચ્ચ સ્તરીય બેઠકોનો આરંભ થઈ ગયો છે. બધા જ કેન્દ્રીય પ્રધાનોની 10 નવેમ્બરે બેઠક યોજાનાર છે, જેમાં ભ્રષ્ટાચાર સામેની આગામી કાર્યવાહી અંગે વિતગતવાર યોજના રજૂ કરવામાં આવનાર છે. આઠમી નવેમ્બરે નોટબંધીને એક વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ  કેન્દ્ર સરકારે આ દિવસની એન્ટિ બ્લેક ડે તરીકે ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે વિપક્ષો આ જ દિવસે વિરોધ દિવસ મનાવશે.
 
જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં આતંકીઓ વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ
 
જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે મળતી જાણકારી મુજબ બંને તરફથી ફાયરિંગ કરાઈ રહયું છે આ અથડામણમાં એક જવાન શહીદ થયો છે તેમજ એક સ્થાનીય નાગરિક ગંભીર રીતે ઘાયલ થઇ ગયો છે.
 
 
વડાપ્રધાન મનમોહનસિંહ આજે અમદાવાદમાં 
 
વડાપ્રધાન મનમોહનસિંહ આવતીકાલે મંગળવારે સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે,અને બાદમાં તેઓ સવારે 11-30 વાગ્યા આસપાસ સરદાર પટેલ સ્મારક ખાતે વેપારીઓ સાથે મુલાકાત કરશે. જેમાં જીએસટી અને નોટબંધીને પગલે વેપાર ધંધાને થયેલી અસરો અંગે ચર્ચા કરશે. 
 
 
હાર્દિક પટેલે પોલીસ સુરક્ષા લેવાનો ઈનકાર કર્યો
 
કન્વીનર હાર્દિક પટેલે પોલીસ સુરક્ષા લેવાનો ઈનકાર કર્યો છે. મળતી માહિતી મુજબ સરકાર દ્વારા હાર્દિક પટલેને સલામતી આપવા માટે પોલીસની એક ટીમ હાર્દિકના ઘરે મોકલવામાં આવી હતી. 24 કલાક હાર્દિકની સાથે એક પોલીસ જવાન રહે તેવી પોલીસ સલામતી આપવા માંગતી હતી. પરંતુ હાર્દિક પટેલે સલામતી લેવાની ના પાડી હતી
 
આજે ભારત-ન્યૂઝીલેંડ વચ્ચે ત્રીજી ટી-20.. વરસાદની આગાહી 
 
ભારતીય ટીમ મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી અને નિર્ણાયક ટી-૨૦ મેચમાં જીતની સાથે સિરીઝ પોતાના નામે ઊતરવાના ઇરાદે ઊતરશે જ્યારે ન્યૂઝીલેન્ડનું લક્ષ્ય પણ મેચમાં વિજય મેળવી સિરીઝ પોતાના નામે કરવા પર રહેશે. જોકે, વરસાદની શક્યતાને કારણે મેચની મજા બગડી શકે તેમ છે. હવામાન વિભાગે થિરુવનંતપુરમમાં વરસાદની આગાહી કરી છે. તેવામાં આશંકા વ્યક્ત થઈ રહી છે કે, ભારત-ઓસ્ટ્રેલિયા ટી-૨૦ સિરીઝની જેમ આ સિરીઝની નિર્ણાયક મેચ પણ વરસાદમાં ધોવાઈ ન જાય.
 
ફિલ્મ ફન્ને ખાંના સેટ પર એક દુર્ઘટનામાં એશ્વર્યા રાયને ઈજા 
 
અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અનિલ કપૂર અભિનીત ફિલ્મ ફન્ને ખાંના સેટ પર એક દુર્ઘટના સર્જાઇ હતી જેમાં ઐશ્વર્યાને ઇજા થઇ હોવાના અહેવાલ છે. મુંબઇમાં ફ્લોરા ફાઉન્ટન વિસ્તારમાં આ ફિલ્મના એક દૃશ્યનું શૂટિંગ કરી રહેલી અભિનેત્રી સાથે વાતચીત કરતી વખતે અચાનક એક મોટરસાઇકલની અડફેટમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર આવી ગઇ હતી અને તેને ઇજા થઇ હતી