સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 નવેમ્બર 2017 (13:25 IST)

ભાજપ-કોંગ્રેસ ધાર્મિક નેતાઓના સહારે ભાજપ-કોંગ્રેસ બાદ હવે સંપ્રદાયનું રાજકારણ

રાજકીય પક્ષોએ ગુનાહિત કૃત્યો કરનારાઓનો સાથ લીધો. હવે ભાજપ અને કોંગ્રેસે ક્રિમીનલાઇઝેશન બાદ સંપ્રદાયનું રાજકારણ ખેલવા મજબૂર થવુ પડયું છે. આ કારણોસર લાખો અનુયાયી ધરાવતાં ધર્મગુરૃઓની ડિમાન્ડ બોલાઇ રહી છે. ધર્મગુરૃઓના ચરણસ્પર્શ કરીને લાખો અનુયાયીઓની સહાનુભૂતિ મેળવી મતો મેળવવા રાજકારણીઓએ હોડ લગાવી છે. પાટીદાર આંદોલન બાદ ગુજરાતમાં જ્ઞાાતિવાદે જાણે ઘર કર્યું છે. ગામડાઓમાં જ નહીં, શહેરોમાં ય જ્ઞાાતિવાદે કબજો કરવા માંડયો છે.

હવે તો વિવિધ સમાજો માંગણીઓ-સમસ્યા લઇને રોડ પર ઉતરી રહ્યાં છે. આ જોતાં ભાજપ-કોંગ્રેસે ફરી એકવાર સંપ્રદાયના રાજકારણ આધારે ચૂંટણી જીતવા કમર કસવી પડી રહી છે. ભાજપ-કોંગ્રેસે વિવિધ સંપ્રદાયના ધર્મગુરૃઓ સાથે બેઠકો યોજવા માંડી છે. એટલું જ નહીં, સંપ્રદાયના ટ્રસ્ટોને લાખો રુપિયા ગ્રાન્ટ આપીને રાજી કરવા સરકાર મથામણ કરી રહી છે. તાજેતરમાં ઉંઝા ઉમિયાધામમાં કરોડો રૃપિયા ગ્રાન્ટ આપવામાં આવી હતી. ભાજપના નેતાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતો સાથે ગુપ્ત બેઠકો કરી રહ્યાં છે. સાંસદો-મંત્રીઓ વિવિધ સમાજના સંતો સાથે પણ વાતચીત કરી મંદિરો-ટ્રસ્ટોના આંટાફેરા વધાર્યા છે. રાહુલ ગાંધીએ પણ સોફ્ટ હિન્દુત્વ અપનાવી ગુજરાતની મુલાકાત વખતે ચોટિલા,ઉનાઇ,શબરીધામ સહિતના મંદિરોમાં દર્શને જઇને મતો અંકે કરવા રણનિતી અપનાવી છે. મહત્વની વાત તો એછેકે,ભાજપે યુપીના મુસ્લિમ ફિરકાઓના મૌલવીઓનો સંપર્ક કરીને ગુજરાતમાં પ્રચાર કરવાની ય કામગીરી સોંપી છે. ગુજરાત ભાજપના મુસ્લિમ નેતાઓએ કેટલાંક સુફીસંતોને ગુજરાતના મુસ્લિમો ભાજપને વોટ આપે તે માટે સમજાવવા પણ કામ સોંપ્યું છે. કેન્દ્રીય મંત્રીના કહેવાથી એક મુસ્લિમ ધર્મગુરૃ અમદાવાદની એક ફાઇવસ્ટાર હોટલમાં રોકાઇને ગુજરાતના મુસ્લિમ નેતાઓ સાથે સંપર્ક કરીને ભાજપને મત મળે તેવા પ્રયાસો કરી રહ્યાં છે. આમ,ભાજપ-કોંગ્રેસ સંપ્રદાયના રાજકારણ આધારે ચૂંટણી જીતવા કામે લાગ્યાં છે.