ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર. , શનિવાર, 31 જુલાઈ 2021 (13:57 IST)

સુરક્ષાબળોને મળી મોટી સફળતા, પુલવામાં હુમલામાં સામેલ આતંકી લંબૂ થયો ઠાર

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed -JeM) સાથે જોડાયેલ પાકિસ્તાની આતંકવાદી મારા ગયા છે. કાશ્મીર જોન પોલીસના  IGP વિજય કુમારે આ માહિતી આપી. તેમણે કહ્યુ એ પ્રતિબંધિત આતંકી સંગઠન  JeM સાથે જોડાયેલ પાકિસ્તાની આતંકી લંબૂ  (Lamboo) ને આજની મુઠભેડમાં ઠાર કર્યો. બીજા આંતકીની ઓળખ કરવામાં આવી રહી છે. આજીપી કાશ્મીરે આ કાર્યવાહી માટે સેના અને અવંતીપુર પોલીસને શુભેચ્છા આપી છે. 
 
સૂત્રો મુજબ લંબૂ જૈશના સંસ્થાપક મસૂદ અઝહર સાથે જોડાયેલો હતો. વર્ષ 2018માં લંબૂ આંતરરાષ્ટ્રીય સીમા દ્વારા કાશ્મીરમાં આવ્યો. તેનુ બીજુ કોડ નામ સૈફુલ્લા હતુ. જૈશ પોતાના સૌથી મહત્વપૂર્ણ કમાંડર્સને કોડ આપે છે. પાકિસ્તાનના પંજાબ શહેરના રહેનારા અબૂ સૈફુલ્લા ઉર્ફ લંબૂ 2019 ના પુલવામાં આતંકી હુમલાનુ ષડયંત્ર રચનારાઓમાંથી એક હતો. એવુ કહેવાય છે કે તેણે હુમલામાં આઈઈડી બનાવ્યો હતો 
 
આ પહેલા પોલીસે આ માહિતી આપી હતી કે સુરક્ષાબળોએ આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા શનિવારે સવારે નામિબિયાન અને મારસાર વનક્ષેત્ર અને દાચીગામના વિસ્તારમાં ઘેરાબંદી કરઈ શોધ અભિયાન શરૂ કર્યુ. તેમણે જણાવ્યુ કે શોધ કરી રહેલા દળ અર આતંકવાદીઓએ ગોળીઓ ચલાવી.  જ્યારબાદ મુઠભેડ શરૂ થઈ. સુરક્ષાબળોએ પણ જવાબી કાર્યવાહી કરી જેમા બે આતંકવાદી માર્યા  ગયા.