શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 24 ફેબ્રુઆરી 2024 (12:39 IST)

UP News - ઉત્તરપ્રદેશમાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી, 40 ડૂબ્યા, 15ના મોત, મરનારાઓમાં બાળકો-મહિલાઓ

UP news
UP news
ઉત્તરપ્રદેશના કાસગંજમાં શનિવારે દુર્ઘટના થઈ ગઈ છે. અહી એક ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી જવાથી 15 લોકોના મોત થઈ ગયા. ટ્રોલીમાં 40 લોકો સવાર હતા. મરનારાઓમાં મોટેભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ છે. 
 
હાલ દુર્ઘટના સ્થળ પર બુલડોઝર દ્વારા રેસક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. સ્થાનીક લોકોને મદદ પહોચાડી. ઘાયલોને જીલ્લા હોસ્પિટલમા રેફર કરવામા આવી રહ્યા છે. બતાવવામાં આવી રહ્યુ છે કે બધા લોકો એટા ના જૈથરાન રહેનારા છે.  

 
માઘી પૂર્ણિમાના દિવસે તેઓ ટ્રેક્ટર ટ્રોલીમાં કાસગંજના કાદરગંજ ગંગા ઘાટ પર ગંગામાં સ્નાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે રિયાવગંજ પટિયાલી રોડ પર ગધાઈ ગામ પાસે અકસ્માત થયો હતો. ચીસોનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા.