શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 મે 2023 (17:06 IST)

UPSC CSE Result 2022: UPSC સિવિલ સર્વિસનું પરિણામ જાહેર, ઈશિતા કિશોર બની ટોપર

UPSC Exam Result
UPSC CSE Result 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસીસ 2022નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. ઈશિતા કિશોરે આ પરીક્ષામાં ટોપ કર્યું છે. જે ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે UPSC IAS પરીક્ષા આપી છે તેઓ UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in દ્વારા તેમનું પરિણામ જોઈ શકે છે. જ્યારે, ગરિમા લોહિયા બીજા ક્રમે અને ઉમા હરતિ એન ત્રીજા સ્થાને છે. આ વખતે આ પરિણામમાં પ્રથમથી ત્રીજા સ્થાને છોકરીઓનો દબદબો જળવાઈ રહ્યો છે.
 
પસંદ કરેલા ટોપ 10 ઉમેદવારની યાદી
1. ઈશિતા કિશોર
2. ગરિમા લોહિયા
3. ઉમા હરતિ એન
4. સ્મૃતિ મિશ્રા
5. મયૂર હજારિકા
6. રત્ન નવ્યા જેમ્સ
7. વસીમ અહેમદ
8. અનિરુદ્ધ યાદવ
9. કનિકા ગોયલ
10. રાહુલ શ્રીવાસ્તવ
 
1011 જગ્યા માટે ભરતી
UPSCએ 03 તબક્કામાં સિવિલ સર્વિસીઝ 2022 ઉમેદવારના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લીધા હતા, જેનો ત્રીજો અને 
 
અંતિમ તબક્કો 18 મે, 2023ના રોજ પૂરો થયો હતો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા જાહેર કરાયેલી 
 
સિવિલ સર્વિસીઝ મેઇન્સ 2022ના પરિણામ મુજબ, સિવિલ સર્વિસીઝ પ્રીલિમિનરી અને મેઈન પરીક્ષામાં લાયકાત 
 
ધરાવતા લગભગ 2,529 ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 
 
2022 હેઠળ IAS, IPS સહિત 1011 પોસ્ટની ભરતી કરી છે.