ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (14:23 IST)

હલદ્વાની દબાણ કાર્યવાહી પર સુપ્રીમનો સ્ટે - ઉત્તરાખંડ : હલ્દ્વાનીમાં રેલવેની જમીન પરથી 'દબાણ હઠાવો અભિયાન' પર સુપ્રીમની રોક

supreme court
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં રેલવેની જમીન પરથી દબાણ હઠાવવાના અભિયાન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.
 
સુપ્રીમ કોર્ટે હલ્દ્વાનીના બનભૂલપુરા વિસ્તારમાં રેલવેની જમીનથી દબાણ હઠાવો અભિયાન ચલાવવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી છે.
 
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર અને ભારતીય રેલવેને નોટિસ પણ ફટકારી છે.
 
આ મામલામાં ઉત્તરાખંડ હાઈકોર્ટે રેલવેની જમીન પર રહેતા લોકોને હઠાવાનો આદેશ આપ્યો હતો, બાદ સરકારી તંત્રે ચાર હજાર પરિવારોને જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
 
એનડીટીવીના અહેવાલ અનુસાર કોર્ટે કહ્યું કે તમે માત્ર સાત દિવસમાં ખાલી કરવાનું કેવી રીતે કહી શકો? આપણે કોઈ પ્રૅક્ટિકલ સમાધાન શોધવું પડશે. સમાધાનની આ કોઈ રીત નથી. જમીનની પ્રકૃતિ, અધિકારોની પ્રકૃતિ, માલિકીના હકની પ્રકૃતિ વગેરે જેવા અનેક બિંદુઓ છે જેની તપાસ જરૂરી છે.
 
સુપ્રીમ કોર્ટે તે જમીન પર આગળ નિર્માણ કાર્ય અને વિકાસકાર્ય પર રોક લગાવી છે. સાત ફેબ્રુઆરીના આ મામલે આગળની સુનાવણી થશે.
 
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય ઓકની બેન્ચે આ કેસની સુનાવણી કરી.
 
અરજીકર્તાઓ તરફથી કૉલિન ગોંઝાલ્વિસે દલીલ કરી. તેમણે હાઈકોર્ટના આદેશ વિશે જણાવતા કહ્યું કે હજુ એ સ્પષ્ટ નથી કે આ જમીન રેલવેની.