રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2024 (17:42 IST)

માતા વૈષ્ણોદેવીના ભક્તોને ભેટ, બસ 6 મિનિટમાં કરી શકશે દર્શન, જાણો કેવી રીતે

ropeway
ropeway
શ્રી માતા વૈષ્ણોદેવી સાઈન બોર્ડે યાત્રાને વધુ સુગમ બનાવવા માટે બહુચર્ચિત રોપવે પ્રોજેક્ટની શરૂઆત કરી છે.  આ પરિયોજના તારાકોટથી સાંઝીછત સુધી સંચાલિત થશે અને 14 કિમીના પગપાળા માર્ગને માત્ર 6 મિનિટમાં પૂરો કરી શકાશે. આ પ્રોજેક્ટથી વિશેષ રૂપથી વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને લાભ થશે. જે વર્તમાનમાં મુશ્કેલ પદયાત્રાને કારણે માતાના દરબાર સુધી પહોચી શકતા નથી.  આ રોપવે સમય બચાવશે સાથે જ મુસાફરોનો થાક પણ ઓછો કરશે. 
 
રોપવે પ્રોજેક્ટથી યાત્રા  સરળ બનશે 
શ્રાઈન બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગે જણાવ્યું કે રોપવે પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માતા વૈષ્ણો દેવીની યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને ભારત અને વિદેશથી આવતા કરોડો શ્રદ્ધાળુઓ માટે યાત્રાને સરળ બનાવશે. આનાથી સમય બચશે અને માત્ર 5 થી 6 મિનિટમાં તમે કટરાના બેઝ કેમ્પ તારાકોટથી સાંઝી છટ પહોંચી જશો. આ રોપ-વેમાં ગોંડોલા કેબલ કાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સરકારનો આ પ્રોજેક્ટ પ્રવાસન વધારવામાં પણ મદદ કરશે.

 
શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે. જ્યા દર વર્ષે લાખો શ્રદ્ધાલુ માતાના દરબારમાં હાજરી લગાવે છે. રોપવે પ્રોજેક્ટથી યાત્રામાં ક્રાંતિકારી ફેરફાર આવશે અને આ વિશેષ રોપથી એ શ્રદ્ધાળુઓ માતે વરદાન સાબિત થશે જે શારીરિક અને અન્ય કારણોથી યાત્રા કરવામાં મુશ્કેલી અનુભવે છે.