બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2024 (09:22 IST)

Viral News - હે ભગવાન.... શાળામાં લંચ કરતી વખતે બાળકે એક સાથે ત્રણ પુરીઓ ખાવાની કરી કોશિશ, શ્વાસ લેવામાં તકલીફ અને હોસ્પિટલમાં તોડ્યો દમ

boy death on three poori eaten
Viral News: જો તમે પણ પુરી ખાવાના શોખીન છો તો સાવધાન રહેજો.  અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે હૈદરાબાદથી એક કિસ્સો સામે આવ્યો છે જે તમારા શરીરમાં કંપારી ઉઠાવી દેશે.  ઉલ્લેખનિય છે કે હૈદરાબાદમાં સોમવારે 11 વર્ષના બાળકનું કથિત રીતે ગૂંગળામણને કારણે દુઃખદ મૃત્યુ થયું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્કૂલમાં લંચ કરતી વખતે તેણે એક સાથે અનેક પુરીઓ ખાવાની કોશિશ કરી હતી. જ્યારે બાળકની તબિયત બગડવા લાગી, ત્યારે શાળાના સ્ટાફે તરત જ બાળકને તબીબી સહાય માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંથી બાળકને ખાનગી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસને મળેલી ફરિયાદમાં છોકરાના પિતાએ જણાવ્યું હતું કે તેમને શાળા દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમના પુત્રને એક સાથે ત્રણથી વધુ પુરીઓ ખાધા પછી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
 
ઉલ્લેખનિય છે કે આવો જ એક કેસ આ પહેલા કેરળમાં બન્યો હતો જ્યાં  49 વર્ષીય ટ્રક ડ્રાઈવર સુરેશનું ફૂડ કોમ્પિટિશનમાં એકસાથે ત્રણ ઈડલી ખાવાથી મોત થઈ ગયું હતું. તેમના કેસમાં દાવો કરવામાં આવ્યો હતો કે એકસાથે ત્રણ ઈડલી ખાધા બાદ તેમને ગૂંગળામણ થવા લાગી હતી, ત્યારબાદ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. વાસ્તવમાં, ઓણમ 2024ની ઉજવણીના ભાગરૂપે એક સ્થાનિક ક્લબ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સુરેશે સ્પર્ધા જીતવા માટે એક સાથે ત્રણ ઈડલી ખાવાની કોશિશ કરી પરંતુ ટૂંક સમયમાં જ તે અસ્વસ્થ થવા લાગ્યો. લોકો ઈડલીને દૂર કરવામાં સફળ થયા અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ થોડી જ વારમાં તેનું મૃત્યુ થઈ ગયું. અહેવાલો અનુસાર, આ સ્પર્ધાને 60 થી વધુ લોકો જોઈ રહ્યા હતા. ત્યારપછી વાલિયાર પોલીસે અપ્રાકતિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો.
 
વધુ એક આવો જ કિસ્સો પણ સામે આવ્યો છે. આમાં, એક વ્યક્તિએ પાણી સાથે સૂકા ચિયાના બીજ ખાધા પછી શ્વાસ રૂંધાઈ ગયો. રિપોર્ટ અનુસાર, બીજ તેના ગળામાં ફેલાઈ ગયા હતા જેના કારણે તે વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી ઘટનાઓને રોકવા માટે, ડોકટરો ચિયાના બીજને ખાતા પહેલા 30 મિનિટ માટે પાણી અથવા અન્ય પ્રવાહીમાં પલાળી રાખવાની ભલામણ કરે છે. તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, ચિયાના બીજને ખાતા પહેલા પલાળી રાખવાથી તેઓ શરીરની બહાર સંપૂર્ણપણે હાઇડ્રેટ થઈ જાય છે, જે ખાતરી કરે છે કે તેઓ ખાવા માટે સુરક્ષિત છે. વધુમાં, આ પ્રથા તેમના સ્વાસ્થ્ય લાભોને મહત્તમ કરે છે.