Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેટલો ખતરનાક છે Nipah (NiV) વાયરસ, શુ છે લક્ષણ અને કેવી રીતે ફેલાય છે ?

Updated: રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (11:54 IST)
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠણ (WHO) મુજબ નિફા વાયરસ (NiV) એક નવી ઉભરતી બીમારી છે જે જાનવરો અને મનુષ્યો બંને વચ્ચે ગંભીર બીમારીનુ કારણ બને છે.  નિફા વાયરસને નિફા વાયરસ એન્સેફલાઈટિસ પણ કહેવાય છે. 
 
નિપાહ વાયરસ (NiV) પહેલીવાર 1998માં મલેશિયા અને સિંગાપુરમાં ઓળખવામાં આવ્યો. જ્યારે આ ભૂંડ(સૂવર) અને મનુષ્યોમાં બીમારીનુ કારણ બન્યુ.  
 
શુ હોય છે નિફા વાયરસ (NiV)? અને કેવી રીતે ફેલાય છે  
 
નિફા વાયરસ મનુષ્યો અને જાનવરોમાં ફેલાનારી એક ગંભીર ઈંફેક્શન છે. આ વાયરસ એન્સેફલાઈટિસનુ કારણ બને છે. નિફા વાયરસ, હેંડ્રા વાયરસ સાથે સંબંધિત છે જે ઘોડા અને મનુષ્યોનો વાયરલ શ્વાસ સંક્રમણ સાથે સંબંધિત છે. આ ઈંફેક્શન ફ્રૂટ બેટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે.  ખજૂરની ખેતી કરનારા લોકો આ ઈંફેક્શનની ચપેટમાં જલ્દી આવે છે. 2004માં આ વાયરસને કારણે બાંગ્લાદેશ ખૂબ પ્રભાવિત થયુ હતુ.
 
નિફા વાયરસના(NiV) ના લક્ષણ 
 
મનુષ્યોમાં નિફા વાયરસ, encephalitis સાથે જોડાયેલ છે. જેને કારણે બ્રેનમાં સોજો આવી જાય છે.  તાવ, માથાનો દુખાવો, ચક્કર, માનસિક ભ્રમ, કોમા અને છેવટે મોત થવુ તેના લક્ષણોમાં સામેલ છે.  24-28 કલાકમાં જો લક્ષણ વધી જાય તો માણસ કોમામાં જઈ શકે છે.  કેટલાક કેસમાં રોગીને શ્વાસ સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. 
 
નિફા વાયરસની સારવાર ?
 
મનુષ્યોમાં નિફા વાયરસ ઠીક કરવાનુ એક માત્ર રીત છે યોગ્ય દેખરેખ. રિબાવાયરિન નામની દવા વાયરસ વિરુદ્ધ પ્રભાવી થઈ છે.  જો કે રિબાવાયરિનની નૈદાનિક પ્રભાવકારીતા માનવ પરીક્ષણમાં આજ સુધી અનિશ્ચિત છે.  દુર્ભાગ્યવશ મનુષ્યો અને જાનવરો માટે કોઈ વિશિષ્ટ એનઆઈવી ઉપચાર કે ટીકો નથી  
 
નિફા વાયરસના ઈંફેક્શનથી કેવી રીતે બચશો ?
 
આ વાયરસ એક માણસથી બીજા માણસમાં ફેલાય છે. તેને રોકવા માટે સંક્રમિત રોગીથી છેટા રહો.  સ્વાસ્થ્ય કર્મચારીઓને હોસ્પિટલમાં નિફા વાયરસથી બચવા માટે સંક્રમિત દર્દીઓની દેખરેખ કરતી વખતે કે પ્રયોગશાળાના નમૂના સાચવવા અને જમા કરતી વખતે યોગ્ય સાવધાની રાખવી જોઈએ.  એટલુ જ નહી બીમાર ભૂંડ અને ચામાચીડિયોના સંપર્કમાં આવતા બચો. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ફરાળી છે

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

ગુજરાતી જોક્સ - શ્રાવણમાં સોમવારનું વ્રત

મીનાવાડા ગામ દશામાનુ મંદિર

પ્રીતિ ઝિંટાએ અમિતાભ બચ્ચનના બર્થડે વિશનો ન આપ્યો જવાબ, KBC ના સેટ પર બિગ બી એ કરી ફરિયાદ, બતાવ્યા પુરાવા

આગળનો લેખ
Show comments