રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 9 જુલાઈ 2021 (19:24 IST)

Zika Virus- કેરળમાં આવ્યુ ઝીકા વાયરસનો પ્રથમ કેસ, જાણો લક્ષણ અને બચવાના ઉપાય

કેરળમાં આવ્યુ ઝીકા વાયરસનો પ્રથમ કેસ, જાણો લક્ષણ અને બચવાના ઉપાય 
 કોરોના રોગચાળા અત્યારે પૂરૂ નહી થયું છે અને ભારતમાં એક નવા વાયરસનો હુમલો જોવા મળી રહ્યુ છે.જેને ઝીકા વાયરસના (zika virus) નામથી ઓળખાય  કેરળમાં કુળ 13 લોકોમાં આ વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. જેમાં એક ગર્ભવતી મહિલા પણ શામેલ છે. આ લોકોમાં ઝીકાના લક્ષણ જોતા તેમના સેંપલ્સ લઈને તપાસ માટે પુણે સ્થિત નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઑફ વાયરિલોજી મોકલાયુ હતું. જ્યાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. વિશ્વ સ્સ્વાથય સંગઠન મુજબ ઝીકા વાયરસ એડીજ મચ્છરના કરડવાથી ફેલે છે. અને આ મચ્છર દિવસના સમયે જ સક્રિય રહે છે. પણ આ વાયરસ પહેલાવાર ભારતમાં નહી ફેલાય્પ પણ વર્ષ 2017માં  ગુજરાતના અહમદાબાદમા તેના સંક્રમણના ત્રણ કેસની ખબર પડી હતી. જેમાં એક ગર્ભવતી મહિલા પણ શામેલ હતી.   
 
ઝીકા વાયરસના લક્ષણ 
વિશ્વ સ્સ્વાથય સંગઠન મુજબ ઝીકા વાયરસ એડીજ મચ્છરના કરડવાથી ફેલે છે. ઝીકા વાયરસ રોગના લક્ષણ સામાન્ય રીતે 3-14 દિવસના વચ્ચે જોવાય છે. તેનાથી સંક્રમિત લોકોમાં લક્ષણ વિકસિત પણ નહી હોય છે. પણ જેમાં હોય છે તેને તાવ, ત્વ્ચા પર રેશેજ, કંજક્ટિવાઅઈટિસ, માંસપેશીઓ અને સાંધાના દુખાવો,  માથાનો દુખાવો જેવા લક્ષણ જોવાય છે. આ લક્ષણ સામાન્ય રીતે 2-7 દિવસ સુધી રહે છે. 

 
ઝીકા વાયરસથી બચવાના ઉપાય  
વિશ્વ સ્સ્વાથય સંગઠન મુજબ ઝીકા વાયરસ સંક્રમણને રોકવાનો સૌથી સારું ઉપાય છે મચ્છરોની રોકથામ 
મચ્છરોથી બચવા માટે આખા શરીરને ઢાકીને રાખો અને હળવા રંગના કપડા પહેરો. 
મચ્છરોના પ્રજનન રોકવા માટે તમારા ઘરની આસપાસ કુંડા, બાલ્ટી, કૂલર વગેરેમાં ભરેલું પાણી કાઢી દો. 
વધારે થી વધારે તરળ પદાર્થોના સેવન અને ભરપૂર આરામ કરવું. 
ઝીકા વાયરસની અત્યારે કોઈ સારવાર કે રસી ઉપલબ્ધ નથી. 
તેથી લક્ષણ જોતા અને સ્થિતિમાં સુધાર ન થતા ડાક્ટરને બતાવો.