Chinese Fried Rice - ચાઈનીઝ પુલાવ
સામગ્રી - 500 ગ્રામ બાફેલા ચોખા, 125 ગ્રામ ફ્લાવર, ડુંગળીના લીલા પાન, 2 ગાજર, 1/2 ગ્લાસ લીલા વટાણા બાફેલા, 10-15 મશરૂમના ટુકડા, 1/2 પેકેટ સુપર સીઝનીંગ, 2 મોટા ચમચા સોયા સોસ, અજીનોમોટો, 2 મોટી ચમચી રેડ ચિલી સોસ, 250 ગ્રામ ચિકનના બાફેલા ટુકડા, તળવા માટે તેલ, 2 શિમલા મરચા.
બનાવવાની રીત - એક કડાહીમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો. તેમા બધી સમરેલી સામગ્રી, શાકભાજી અને વટાણા નાખીને સારી રીતે ભેળવી લો. તેમા ચિકનના ટુકડા, 2 મોટી ચમચી સોયા સોસ, 1/2 પેકેટ સુપર સિઝનિંગ, મશરૂમના ટુકડા સ્વાદમુજબ અજીનોમોટો નાખીને ભેળવો. પછી તેમા તૈયાર ચોખા નાખીને ફરીથી મિક્સ કરો. ગરમા ગરમ પુલાવ ટામેટા સોસ અને ચિલી સોસ સાથે સર્વ કરો.