સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: સોમવાર, 22 જૂન 2020 (19:10 IST)

ભગવાન જગન્નાથ રથયાત્રા વિશે જાણવા જેવુ

ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. 
 
ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે ખરેખર જાણવા જેવી છે 
 
જગન્નાથની જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે. 
 
રથયાત્રામાં સૌ પહેલા આગળ મોટાભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્ર અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારી નીકળે છે. 
 
અમદાવાદમાં દરવર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાના ત્રણેય રથ દર વર્ષે પૂરા નવેસરથી તૈયાર કરવામાં આવે છે. 
 
અમદાવાદ શહેરના જુદા જુદા ભાગોમાંથી આ રથયાત્રા પસાર થાય છે, જે લગભગ 14 કિ.મી.ના લાંબી હોય છે.  આ યાત્રા સરસપુર ખાતે રોકાય છે જે જગન્નાથજીનુ મોસાળ કહેવાય છે, જ્યાં સ્થાનિકો દ્વારા ભગવાન જગન્નાથના ભક્તોના સમગ્ર સમુદાયને 'મહા ભોજ' પ્રદાન કરવામાં આવે છે.
 
આ રથયાત્રાને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જે નવ દિવસ સુધી ચાલે છે. રથયાત્રા અષાઢ સુધ બીજથી શરૂ થઈને દશમ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુડિયા મંદિરમાં પુરી થાય છે. અહી જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે પરત ફરે છે. 
 
આ રથયાત્રા કોમી એકતાનુ પ્રતિક પણ છે. રથયાત્રા શરૂ થતા પહેલા મુસ્લીમ સમાજના અગ્રણીઓ મંદિરના મહંતને ચાંદીનો રથ ભેટ આપી રથયાત્રાની શુભેચ્છા પાઠવે છે. 
 
આ રથયાત્રાની એક રસપ્રદ વિધિ એ છે પહિદ વિધિ જેમ પ્રજાપતિ રાજા વિધિ અનુસાર એક શણગારેલી ડોલીમાં આવે છે અને સોનાની સાવરણથી રથયાત્રાના રસ્તાને થોડા અંતર સુધી સાફ કરે છે. રાજા પોતાને સેવક સમજીને આ કામ કરે છે. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આ કામ કરી રહ્યા છે.