ઇસ્લામાબાદ. પાકિસ્તાને આજે શનિવારે લાંબા ગાળાનું પરમાણું શસ્ત્ર વહન કરવાની ક્ષમતાવાળા 'શાહીન-2' બેલેસ્ટિક મીસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ હતું. પાકિસ્તાન લશ્કરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મીસાઈલ હત્ફ-6 શ્રેણીનું આ (શાહિન-2) પરમાણું શસ્ત્ર 2000 કિલોમીટર દૂર સુઘી પ્રહાર કરી શકશે અને તે પરમાણું અને પરંપરાગત બંન્ને પ્રકારના શસ્ત્રો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
વડાપ્રધાન યુસુફ રઝા ગીલાનીએ આ મીસાઈલ પરીક્ષણ નિહાળ્યું હતું અને દક્ષિણ એશિયામાં ટકાઉ વ્યુહાત્મક સંતુલન માટેની પાકિસ્તાનની ભુખ સંતોષવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવા બદસ ઇજનેરો અને વિજ્ઞાનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. પાકિસ્તાને છેલ્લાં કેટલાંક સમયથી અનેક મીસાઈલ પરીક્ષણ કર્યા છે. ભારતની મીસાઈલ ક્ષમતા સાથે બરોબરી કરવા માટે તે આ પ્રકારના પરીક્ષણો કરી રહ્યું છે.