રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકપ્રિય લોકસભા મતવિસ્તાર
Written By
Last Modified: મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (16:59 IST)

Anand lok sabha 2024 - આણંદ-લોકસભા ક્ષેત્ર

anand loksabha
anand loksabha
આણંદ ગુજરાતનુ એક ઐતિહાસિક નગર છે.  લોકવાયકા મુજબ આનંદપુર સારસ્વત બ્રાહ્મણોનુ મૂળ સ્થાન છે. આનંદને મિલ્ક કેપિટલના નામથી પણ ઓળખાય છે. તેનુ બીજુ નામ વરનગર પણ હતુ. ઈસ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેંટ આણંદ અહીનુ ફેમસ ઈંસ્ટીટ્યુટ છે. દિલ્હીથી આ શહેરનુ અંતર 972.7 કિમી. છે. 
 
આણંદ લોકસભા અંતર્ગત 7 લાખ 15 હજાર 737 મહિલા મતદાતા અને 7 લાખ 81 હજાર 118 પુરૂષ મતદાતા સાથે કુલ 14 લાખ 96 હજાર 859 મતદાતા છે.
 
લોકસભા ચૂંટણીના પરિણામો
 
આણંદ લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..
 
 આણંદથી 2019માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ રમેશભાઈ પટેલ વિજેતા બન્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ સોલંકીને 197718 વોટોથી હરાવ્યા હતા. 
 
2014માં ભાજપના દિલીપ પટેલે કોંગ્રેસના તત્કાલિન પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકીને હરાવ્યા હતા. દિલીપ પટેલ 63 હજાર 436 મતોથી જીત્યા હતા.
 
2009માં આ બેઠક ભરતસિંહ સોલંકીને મળી હતી. તેમણે ભાજપના દીપક પટેલને હરાવ્યા હતા.
 
2004માં પણ જયપ્રકાશ પટેલને હરાવીને ભરતસિંહ સોલંકી આણંદથી સાંસદ બન્યા હતા.
 
જાણો આણંદના સાંસદને
શ્રી મિતેશ પટેલ જેને “બકાભાઈ” તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ 27મી ઓગસ્ટ, 1965ના રોજ સારસા, આણંદ, ગુજરાત ખાતે તેમના ખેડૂત પિતા રમેશભાઈને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ શ્રીમતી તારાબેન પટેલ  છે.  તેમણે શ્રીમતી દિપાલીબેન મિતેશ પટેલ સાથે લગ્ન કર્યા છે. .
 
મિતેશભાઈએ બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, તેમનું શિક્ષણ કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનિયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.)માં ડિપ્લોમા કર્યું છે.