રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 માર્ચ 2020 (15:34 IST)

હું કોઈ જ્યોતિરાદિત્ય નથી, અમને કોઈ ઓફરો થઈ નથીઃ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર

રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો સતત નિવેદન કરી રહ્યાં છે, તેમાં પણ ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો તોડવાની ચર્ચા શરૂ થતા કોંગ્રેસ ધારાસભ્યોને ભાજપમાં જતા બચાવવા મેદાને પડી છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે કોંગ્રેસના દંડક શૈલેષ પરમારે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો અકબંધ છે. અમને કોઈ ઓફરો થઈ નથી, હું કોઈ જ્યોતિરદિત્ય સિંધિયા નથી કે એમની જેમ પાર્ટી છોડી દઉં. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની તોડજોડની નીતિ કામ લાગશે નહીં. અમારું સંખ્યાબળ કોંગ્રેસ અને એક અન્ય મળી કુલ 74નું છે અને તે અકબંધ રહેશે. ગુજરાતમાં 26 માર્ચે યોજાનારી 4 રાજ્યસભાની બેઠકને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોર્સ ટ્રેડિંગ જેવી સ્થિતિ ઉભી થઈ છે અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે કોંગ્રેસના ધારાસભ્યો આ વાતને સમર્થન આપતાં નથી. બીજી તરફ ભાજપ તોડજોડની નીતિ અપનાવતો હોવાનું ખુદ કોંગ્રેસના ધારાસભ્યો જ નિવેદનબાજી કરી રહ્યા છે.