શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : બુધવાર, 24 ઑગસ્ટ 2016 (18:12 IST)

ભૂચરમોરીના ઐતિહાસિક સંગ્રામના વીર શહીદોની સ્મૃતિમાં શહીદ વનનું લોકાર્પણ

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ સમાજવર્ગોમાં વર્ગવિગ્રહ કરાવીને ટૂંકા રસ્તે સત્તા મેળવવાની વોટબેન્ક રાજનીતિ કરનારા તત્વો સામે સૌ સમાજને એક થઇ ‘‘સૌના સાથ સૌના વિકાસ‘‘ની ભાવના ચરિતાર્થ કરવાનું પ્રેરક આહવાન કર્યુ છે. જામનગર જિલ્લામાં ભૂચરમોરીના ઐતિહાસિક સંગ્રામના શહીદોની સ્મૃતિમાં નિર્માણ પામેલા શહીદ વનનું ૬૭માં વનમહોત્સવ હેઠળ લોકાર્પણ કરતાં ક્ષત્રિય ધર્મ નિભાવનારા નામી-અનામી શહીદોની વંદના કરતા આ આહવાન કર્યુ હતું. વન વિભાગે આ શહીદ વન ૧૦ હેકટરમાં ૭૦૮૦૦ વૃક્ષોના વાવેતરથી નિર્માણ કર્યુ છે.  તેમણે કહ્યું હતું કે ભૂચરમોરીનો સંગ્રામ શરણાગતને રક્ષણ અને નિઃસહાયને સહાય આપવા માટેનો વીરતા સંગ્રામ હતો. સમાજને જોડવાનું અને સૌને સાથે મળીને 
 
શકિતશાળી કરવાનું આ ઐતિહાસિક યુધ્ધ હતું.  આ જ ગૌરવ પરંપરા વર્તમાન યુગમાં પણ નિભાવીને સૌ સમાજવર્ગોએ એક થઇ, સમાજ સમસ્તને જોડીને શકિતશાળી બનાવીને સમાજને તોડનારા-વિગ્રહ પેદા કરનારાઓને જાકારો આપવાનો અને સૌ સાથે મળીને વિકાસની નવી ઊંચાઇ પાર કરવાનો સમય હવે પાકી ગયો છે.
 
તેમણે સ્વ નો વિચાર કરનારાઓ ટૂંકા રસ્તે સત્તા હસ્તગત કરવાના જે પ્રયાસો કરે છે તે પ્રત્યે નૂકચેતીની કરતા જણાવ્યું કે, આપણી ભૂમિનો ગૌરવવંતો ઇતિહાસ સાક્ષી છે કે સ્વ હિત નહિ સમાજ હિતથી જ સાથે મળીને  વિકાસ અને એકતાની મશાલ પેઢીઓ સુધી ઝળહળતી રહી છે. આ જ ગૌરવને બરકરાર રાખવા સાડા ૬ કરોડ ગુજરાતીઓ સમાજહિત-રાજ્યહિત-રાષ્ટ્રહિત માટે એક બની નેક બનીને આવા વર્ગવિગ્રહ કરનારાઓનો મકસદ પાર નહિ પડવા દે તેવો સ્પષ્ટ વિશ્વાસ દર્શાવ્યો હતો.