મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 મે 2018 (13:20 IST)

સુરતમાં 11 વર્ષના બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું

સુરતમા ભટાર ખાતે  કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પૂલમાં 11 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું છે.  વિદ્યાર્થી ડૂબી જતા ઈન્સ્ટ્ર્ક્ટર સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને વેસુ વીઆઈપી રોડ પર આવેલા નંદનવન-2માં રહેતા પિંકેશભાઈ પોદ્દારના કાપડા વેપારી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો પુત્ર હર્ષ બુધવારે સાંજે કાપડિયા હેલ્થ ક્લબમાં સ્વિમિંગ માટે ગયો હતો.

સ્વિમિંગ દરમિયાન તે ડૂબી જતા ફરજ પરના ઈન્સ્ટ્રક્ટર હર્ષને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ચૂક્યું હતું.સૂત્રોનું કહેવું છે કે હર્ષને ખેંચને બિમારી હતી. તેમ છતા તેને સ્વિમિંગ પૂલમાં તેને પ્રવેશ કેવી રીતે આપ્યો તે અંગે મેનેજમેન્ટ સામે પ્રશ્ન ઉભા થયા છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.