1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2022 (11:26 IST)

નબીરાઓની દારૂની પાર્ટી હવે બંધ કારખાનામાં, એક યુવતી સહિત 15 મહેફિલ માણતા ઝડપાયા

રાજકોટમાં નબીરાઓની દારૂની પાર્ટી માટેનું સ્થળ હવે બદલાયું છે. શહેરમાં નબીરાઓ ફાર્મ હાઉસના બદલે બંધ કારખાનામાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે.
 
રાજકોટના મેટોડાના બંધ કારખાનામાંથી એક યુવતી સહિત કુલ 15 નબીરાઓને દારૂની મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડ્યા છે. આ મહેફિલમાં કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. અમદાવાદ ATSની ડ્રગ્સ તપાસમાં રાજકોટમાં રેવ પાર્ટીની વિગતો મળી આવી હતી. આ મહેફિલમાં રાજકોટ અને ભાવનગરના નબીરાઓ ઝડપાયા છે. પોલીસે 19 ફોન, 2 કાર સહિત 6.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફાર્મ હાઉસોમાં રેડ પડવાના કારણે બંધ કારખાનાનો પાર્ટી માટે ઉપયોગ કરાયો.