બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (16:43 IST)

સુરતમાં ફટાકડા ગળી ગયેલા એકના એક 3 વર્ષના પુત્રનું મોત, ઝાડા-ઊલટીમાંથી પૉપોપ નીકળ્યા હતા

દિવાળીમાં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો

સુરતના નવાગામ ડિંડોલીમાં એક માસુમની ઝાડા-ઊલટીમાં ફટાકડાના પૉપોપ નીકળ્યા બાદ સિવિલ લઈ આવતા મૃત જાહેર કર્યા બાદ ડોક્ટરો પણ આશ્ચર્ય મા પડી ગયા છે. જોકે મૃત્યુનું સાચું કારણ જાણવા ડોક્ટરોએ મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલી પોલીસને જાણ કરી છે. સુથાર કામ સાથે સંકળાયેલા બિહારવાસી રાજ શર્માએ જણાવ્યું હતું કે, 1 તારીખે જ બાળકો માટે  ફટાકડાના પૉપોપ લઈ આવ્યો હતો. જોકે ક્યારે માસુમ બાળક ખાઈ ગયો એની ખબર નથી. ખૂબ જ ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા બાદ લોકોએ જાગૃત રહેવા ડોક્ટરો સંદેશો આપી રહ્યો છે.
 
24 કલાક બીમાર રહ્યા બાદ ઝાડા-ઊલટી થયેલા
રાજ શર્માએ જણાવ્યું હતું કે, સાહેબ 8 મહિના પહેલા જ બિહારથી સુરત આવ્યો હતો. સુથારકામ કરી પત્ની 3 વર્ષનો મોટો પુત્ર શોર્ય અને 2 વર્ષની દીકરીનું ગુજરાન ચલાવી રહ્યો હતો.  24 કલાકથી અચાનક બીમાર પડેલા માસુમ પુત્રને લઈ તેઓ ચિંતિત હતાં. નજીકના ડૉક્ટરની સારવાર દરમિયાન ઝાડ બાદ અચાનક ઉલટી શરૂ થતાં આશ્ચર્યમાં પડી ગયાં હતાં. જેમાં આજે સવારે ઉલ્ટીમાં ફટાકડાના પૉપોપ નીકળતા પત્ની અંજલી ચોકી ગઈ હતી. 
 
 
પૉપોપ વાળી ઉલટી જોઈ ડોક્ટરને જાણ કરી
બસ મળસ્કે દીકરાની પૉપોપ વાળી ઉલટી જોઈ ડૉક્ટરને ફોન કર્યો હતો. સ્થાનિક ડોક્ટરના ક્લિનિકમાં બોટલ ચઢાવ્યા બાદ ડોક્ટરોએ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઈ જ્વાનું કહેતા અમે અહીંયા આવ્યા હતા. જ્યાં માસુમ શૌર્યને મૃત જાહેર કરાયો હતો. ખબર નથી પડતી મૃત્યુનું શુ કારણ હશે.. હાલ પોલીસની રાહ જોઈ રહ્યા હોવાનું વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું.