શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Last Modified: બુધવાર, 15 મે 2024 (17:07 IST)

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

3 youths drowned in Machhu river
3 youths drowned in Machhu river
 ગત રોજ પોઈચા ખાતે નર્મદા નદીમાં આઠ લોકો ડૂબી ગયા હોવાની ઘટના બની હતી. જેમાંથી એકનો બચાવ થયો હતો. હજી સુધી નદીમાંથી તમામ લોકોની બોડી બહાર કાઢવામાં સફળતા નથી મળી ત્યાં મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા પડેલા એક યુવાન સહિત બે સગીર ડૂબી ગયા હોવાની વિગતો મળી છે.અન્ય સગીરો જીવ બચાવીને બહાર આવી ગયા છે. ફાયર અને પોલીસ વિભાગને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે અને શોધખોળ હાથ ધરી છે.
 
એક પછી એક તણાવા લાગ્યા અને ડૂબી ગયા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીની મચ્છુ નદીમાં એક યુવક અને બે સગીરો ન્હાવા પડતાં ડૂબી ગયા હોવાની માહિતી મળી છે. નદીમાં ન્હાતા પગ લપસી જતા તેઓ ગરકાવ થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને નદીમાં ડૂબી ગયેલાની શોધખોળ શરૂ કરી હતી. નદીમાં નાહવા પડેલા યુવકોમાં બચી ગયેલા એક યુવકે જણાવ્યું હતું કે, 7 લોકો અહીંયા નાહવા આવ્યા હતા. જેમાથી કોઈને તરતા આવડતું નહોતું ફક્ત એક થોડું તરતા જાણતો હતો. ત્યાં એક જણે નદીમાં ડૂબકી મારીને તણાવા લાગ્યો હતો જેથી ત્યાં બેઠેલા લોકો ત્યાં આવ્યા અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ બચ્યો નહીં. તેને બચાવવા પડેલા બીજા બે લોકો પણ એક પછી એક તણાવા લાગ્યા અને ડૂબી ગયા હતાં.
 
7 જેટલા યુવાન અને સગીર નાહવા આવ્યા હતા
મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા. ત્યારે આજે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા 3 લોકો ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. હાલ ફાયર સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી પાણીમાં ડૂબી ગયેલા લાપતા લોકોની શોધખોળ શરૂ કરી છે. આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી વિગત મુજબ મચ્છુ 3 ડેમ પાસે નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે 3 તરુણો ડૂબી ગયાની પ્રાથમિક માહિતી મળી છે. જેમને શોધવા માટે ફાયરની ટીમ કામે લાગી છે. જ્યારે અન્ય મળતી વિગત મુજબ પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચવા જતા બે સગીરા પણ ડૂબ્યા હતા. અહી કુલ 7 જેટલા યુવાન અને સગીર નાહવા આવ્યા હતા.આ દુર્ઘટના સર્જાઈ હતી અને અન્ય ચાર યુવાનો બચી ગયાનું જાણવા મળી રહ્યું છે