સોમવાર, 22 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 સપ્ટેમ્બર 2023 (10:27 IST)

પાટડી પાસે અકસ્માતમાં 4 લોકોના મોત

આ ઘટનાની વધુ વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી હાઇવે પર રુસ્તમગઢ ગામના પાટીયા નજીક ઘટના બની છે,

જેમાં સ્વિફટ કારને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ટકકર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ મૃતકો મોરબી તરફના હોવાની માહિતી છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટન માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.