શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2023 (00:13 IST)

સુરતના સુવાલી બીચ પરથી 4.50 કરોડની કિંમતનું 9 કિલો અફઘાની ચરસ મળ્યું, ATSને તપાસ સોંપાઈ

9 kg of Afghani Charas worth Rs 4.50 crore found at Suwali beach in Surat, ATS assigned to investigate
9 kg of Afghani Charas worth Rs 4.50 crore found at Suwali beach in Surat, ATS assigned to investigate
આ ચરસ પાકિસ્તાનથી મોકલાયું હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે
પોલીસે ATS અને અન્ય એજન્સીને જાણ કરતાં તેઓ ઊંડાણપૂર્વકની તપાસ કરશે
 
ઔદ્યોગિક એકમોથી ધમધમતા સુરતના હજીરા નજીકના સુવાલી દરિયા કિનારે શંકાસ્પદ બિનવારસી વસ્તુ હોવાની જાણ થતા દોડી જનાર એસઓજી અને પીસીબીને અંદાજે 9કિલોગ્રામ જેટલું આંતરરાષ્ટ્રીય બજારમાં 4.50 કરોડની કિંમતનું અફઘાની ચરસ મળી આવ્યું હતુ. પોલીસે ચરસનો જથ્થો કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત SOGને બાતમી મળી હતી કે હજીરા નજીક સુવાલી દરિયા કિનારે કેટલીક શંકાસ્પદ વસ્તુઓ છે. જેથી તુરંત જ એસઓજી અને પીસીબીની ટીમ દોડી ગઈ હતી.આ અંગે પોલીસે ATS અને અન્ય એજન્સીને જાણ કરતાં તેઓ ઊંડાણપૂર્વકની તપાસ કરશે પરંતુ, હાલ આ ચરસ પાકિસ્તાનથી મોકલાયું હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. 
 
9 કિલોગ્રામ જેવું અફઘાની ચરસ મળી આવ્યું
પોલીસે સુવાલી બીચની ડાબી બાજુએ અંદાજે 500 થી 700 મીટરના અંતરે તપાસ કરતા એક થેલો મળી આવ્યો હતો. પોલીસે થેલો કબજે લઇ તેમાં  ચેક કરતા અંદાજે ૧ કિલોગ્રામ વજનના 9 પેકેટ મળી આવ્યા હતા અને તેમાં માદક પદાર્થ હોવાનું જણાતા તુરંત જ એફએસએલને જાણ કરી દરિયા કિનારે બોલાવવામાં આવી હતી.ઘટના સ્થળે પહોંચેલી એફએસએલની ટીમે પેકેટમાં રહેલા માદક પદાર્થની ચકાસણી કરતા તેમાંથી અંદાજે 9 કિલોગ્રામ જેવું અફઘાની ચરસ મળી આવ્યું હતુ. જેથી પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 4.50  કરોડની કિંમતના અફઘાની ચરસનો જથ્થો કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 
આંતરરાષ્ટ્રીય કિંમત એક કિલોએ 50 લાખ
બિનવારસી હાલતમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો દરિયાકિનારે હોવાની જાણ થતા જ SOG અને PCBની સાથે ડીસીબીનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોટલાની તપાસ કરતા તેમાંથી એક કિલોથી વધુ વજનના નવ જેટલા ચરસના પ્લાસ્ટિકના એર ટાઈટ રેપરથી પેક કરેલા પેકિંગ મળી આવ્યા હતા. પોલીસે આ પેકેટની તપાસ કરતાં તેની ઉપર અરબી ભાષામાં અફઘાનિસ્તાનના દેશનો ઉલ્લેખ કર્યો હતો અને ચરસના પેકેટ પર અફઘાન પ્રોડક્ટ લખેલુ લખાણ મળી આવ્યું હતું. ચરસના જથ્થાને FSL દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં પ્રાથમિક તપાસમાં આ જથ્થો હાઈ ક્વોલિટી અફઘાની ચરસ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે અને જેની આંતરરાષ્ટ્રીય કિંમત એક કિલોએ 50 લાખ હોવાનું જણાય આવ્યું છે.
 
ચરસનો થેલો દરિયાના પાણીમાં તણાઇને આવ્યો હોવાની ચર્ચા
સુવાલીના દરિયા કિનારેથી પોલીસને જે બિનવારસી થેલામાંથી અંદાજે 9 કિલોગ્રામ જેટલો ચરસનો જથ્થો મળ્યો છે તે દરિયાના પાણીમાં તણાયને આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના મત મુજબ બીચની ડાબી બાજુ પર જયાં બિનવારસી થેલો મળ્યો છે તે તરફ સામાન્ય પણે સહેલાણીઓ લટાર મારવા જતા હોય છે. પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદી માહોલ હોવાથી સહેલાણીઓ ઓછા આવે છે. સામાન્ય પણે રવિવારની રજાના દિવસે સુવાલી બીચ પર સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પરંતુ ગઈકાલે સવારથી ભારે વરસાદના માહોલ વચ્ચે સહેલાણીઓની સંખ્યા ઓછી હતી. બીચ ઉપર જનાર માછીમારની નજર બિનવારસી થેલા ઉપર જતા તેણે તેમાં શંકાસ્પદ વસ્તુ જણાતા તુરંત જ એસઓજીને જાણ કરી હતી.