શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2024 (18:37 IST)

ટ્રેડ શોમાં ભારતીય પોસ્ટના પેવેલિયનમાં ‘ફિલાટેલીક’ સ્ટેમ્પ્સમાં રામાયણના પ્રસંગોનું કલેક્શન

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024માં દેશ -વિદેશના ઉદ્યોગપતિઓ,ભારતના વિવિધ મંત્રાલયો,સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો,મહિલા ઉદ્યોગ સાહસિકો, સેવા ક્ષેત્રો, સાયન્સ અને ટેકનોલોજી વગેરે વિષયો આધારિત સ્ટોલનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે.જેમાં 12 નંબરના પેવેલિયનમાં આવેલા ઇન્ડિયન પોસ્ટના સ્ટોલનું 'ફિલાટેલીક ધ કિંગ ઓફ હોબીસ' પ્રદર્શન મહાનુભાવો- ઉદ્યોગપતિઓનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું છે.ભારતમાં પોસ્ટ સેવાની શરૂઆત બ્રિટિશર દ્વારા કરવામાં આવી હતી અને તેને અત્યારે હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પિતી જિલ્લાનો સૌથી ઊંચો વિસ્તાર સિક્કીમથી લઈને એન્ટાર્કટિકા જેવા બરફીલા દેશ અને દાલ લેક જેવા વિસ્તારમાં પણ ભારતીય પોસ્ટ તમામ સેવાઓ પૂરી પાડી રહી છે.


દેશના તમામ વિસ્તારોમાં અને ગામડાઓમાં વૃદ્ધો ઘરે બેઠા પેન્શન મેળવી શકે છે અને ગર્ભવતી મહિલાઓ ઘર બેઠા સરકાર દ્વારા મળતી નાણાકીય સહાય માત્ર પોસ્ટની મદદ દ્વારા લઈ શકે છે. પોસ્ટની સેવા અત્યારે નાગરિક કેન્દ્રીયકૃત સેવા બની ગઈ છે. જેમાં આધાર કાર્ડ અપડેટ કરવું, પાસપોર્ટ સેવા, બચત સેવા,સ્પીડ પોસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ છે. પોસ્ટ હવે સામાન્ય નાગરિકોનું ઘર બની ગયું છે અને પોસ્ટમેન તેમના પરિવારનો સભ્ય બન્યો છે.આ એક્ઝિબિશન જેમાં આપણને રામાયણના વિવિધ ધાર્મિક પ્રસંગો જેવા કે વાલ્મિકી,રાવણ હથ્થો,તુલસીદાસ, જયદેવ અને ગીત ગોવિંદ, ભગવાન પરશુરામ,સ્વયંવર, વનવાસ, ભરત, કેવટ,શબરી માતા,જટાયુ,અશોકવાટિકા, સંજીવની, રામ દરબાર વગેરે જેવા યાદગાર પ્રસંગોના સ્ટેમ્પ્સ -ટીકીટ જોવા મળે છે.જ્યારે અત્યારે અયોધ્યામાં શ્રીરામ ભગવાનનું વિશાળ મંદિર આકાર લઈ રહ્યું છે ત્યારે આપણા પ્રિયજન,મિત્ર તથા સંબંધીઓને રામ ભગવાનના પ્રસંગની પ્રતિકૃતિની ટીકીટ લગાવીને પોસ્ટ કવર મોકલવું તો તે આપણા માટે ગૌરવની વાત છે.

પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન- જીઆઈ ટેગના કવર પણ બહાર પાડવામાં આવે છે.જેમાં ગુજરાતની વાનગીઓ, પાટણ અને રાજકોટના પટોળા, જામનગરની બાંધણી, કચ્છી એમ્બ્રોઇડરી અમદાવાદના હેરિટેજ ચબુતરા,મિલેટ યર 2023ના સ્ટેમ્પ જોવા મળે છે.આ એક્ઝિબિશન સ્ટેમ્પ કલેક્શનના શોખીન નાગરિકો માટે યાદગાર બની રહેશે.જેમાં મહાભારત,રામાયણ, ભારતની વિવિધ વાનગીઓ,ફિલ્મ સ્ટાર,મન કી બાત, વિવિધ ભારતીય રીત રિવાજો તથા વિવિધ માહિતી સભર અને રસપ્રદ વિષયોના સ્ટેમ્પ જોવા મળે છે.