શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 21 મે 2024 (13:24 IST)

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની નોટિસ મળી

tea lorry driver received a notice of 49 crores from the Income Tax department
tea lorry driver received a notice of 49 crores from the Income Tax department

ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ એક્ટિવ થઈ ગયો છે. અમદાવાદ અને સુરતમાં દરોડા પાડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી નાના વેપારીઓમા પણ ફફડાટ ફેલાયો છે. પાટણમાં ચાની લારી ચલાવી મહિને 10થી 15હજાર રૂપિયા કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિને ઈન્કમટેક્સ વિભાગે 49 કરોડ રૂપિયાની ટેક્સ વસૂલાતની નોટિસ ફટકારતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, તેણે પાનકાર્ડ કઢાવવા માટે જે વેપારીઓને પોતાના ડોક્યુમેન્ટ આપ્યા હતાં. તેમણે તેના આધારે બેંક ખાતા ખોલાવીને કરોડો રૂપિયાની હેરાફરી કરી છે. ચા વાળા વ્યક્તિએ આ વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી છે.ખેમરાજભાઈ વજેરામભાઈ દવેને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવા પાન કાર્ડની જરૂર હોવાથી વેપારીએ ડોક્યુમેન્ટ લઈને પાનકાર્ડ તો કઢાવી આપ્યું હતું પણ તેની જાણ બહાર તેના પાનકાર્ડ સહિતના અન્ય ડોક્યુમેન્ટ નો દૂર ઉપયોગ કરી તેના નામના જુદા જુદા બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમાં અપ્રમાણસર કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર કરી દીધા હતા.ઇન્કમટેક્સ વિભાગ તરફથી રૂ. 49,06,57, 280ની પેનલ્ટી સહિત ટેક્સ ભરવા માટે નોટિસ મળતા તે ચોંકી ગયો હતો અને તપાસ કરતા તેની સાથે છેતરપિંડી થઇ હોવાનો ભાંડો ફુટતા બંને વેપારી ભાઈઓ અલ્પેશ મણીલાલ પટેલ અને વિપુલ મણીલાલ પટેલ સામે છેતરપિંડી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઇ વીઆરચૌધરીએ જણાવ્યું હતું કે સ્ટેટમેન્ટ આવ્યા બાદ તેનો અભ્યાસ કરવામાં આવશે અને તેના આધારે આગળની તપાસ થશે.યુવકે બંને વેપારી ભાઈઓ સામે ઠગાઈ, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી