ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 3 નવેમ્બર 2023 (09:59 IST)

સુરતમાં 25 વર્ષીય યુવકને ઊંઘમાં જ આવ્યો એટેક, ડોક્ટરો પણ ના બચાવી શક્યા

heart attack in surat
heart attack in surat
છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. આજે ઉધના વિસ્તારમાં રહેતા માત્ર 25 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અંદાજે 1 કલાક જેટલો સમય ડોક્ટરોએ યુવકને બચાવવા લગાવ્યો હતો. જોકે, તેને બચાવી શક્યા ન હતા અને અંતે યુવકે દમ તોડી દીધો હતો.

મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં ઉધના વિસ્તારમાં આવેલી પ્રભુનગર સોસાયટીમાં 25 વર્ષીય સંજય ચૌહાણ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા, ત્રણ બહેન અને ત્રણ ભાઈ છે. પિતા ઉધના વિસ્તારમાં જ ચાની લારી ચલાવે છે. સંજય બમરોલી વિસ્તારમાં ગેરેજ ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.પરિવારના જણાવ્યા પ્રમાણે, સંજય આજે સવારે ઊઠ્યો ત્યારે છાતીમાં દુ:ખાવો થતો હતો. જેથી સંજયે પોતાના નાના ભાઈને જાણ કરી હતી. ત્યારબાદ નજીકની હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જોકે, તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહેતા પરિવાર સંજયને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. સિવિલ હોસ્પિટલ પહોંચેલા સંજયની હાલત ગંભીર હતી. જેથી સીએમઓ સહિતનો સ્ટાફ યુવકને બચાવવાની મથામણ કરવા લાગ્યો હતો. પહેલી 30 મિનિટ સિપિઆર આપ્યા બાદ હાર્ટ બીટમાં ઉતાર ચઢાવ આવવા લાગ્યો હતો. જેથી યુવક બચી જવાની શક્યતા વધી ગઈ હતી. યુવકે વેન્ટિલેટર પર રાખ્યા બાદ હાર્ટ બીટ ઘટવા લાગી હતી.સિવિલ હોસ્પિટલમાં છાતીના દુ:ખાવા સાથે લવાયેલા 25 વર્ષના યુવકને તબીબોએ એક કલાકમાં 300થી વધુ સીપીઆર અને અનેક ઇમરજન્સી ઇન્જેક્શન આપ્યા હતા. તેમ છતાં દર્દીને બચાવી શકાયો ન હતો. યુવકની સારવાર દરમિયાન પરિવાર પણ દીકરો બચી જાય તેવી પ્રાર્થના કરી રહ્યો હતો. જોકે, મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.