બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 જાન્યુઆરી 2025 (05:21 IST)

VIDEO - AAP નેતા ગોપાલ ઈટાલીયાએ સુરતમાં ભાષણ આપતી વખતે જ ખુદને પટ્ટાથી ફટકાર્યા, બોલ્યા લોકોની આત્મા જગાડવા આવ્યો છું

gopal
gopal
ગુજરાતના અમરેલીના પાટીદાર સમાજની યુવતીનું સરઘસ કાઢવાનો મામલો હવે ધીમે ધીમે રાજકીય ગતિ પકડી રહ્યો છે. પીઢ આમ આદમી પાર્ટી (AAP) નેતા ગોપાલ ઈટલીએ આજે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન પર ગંભીર આરોપો લગાવતા સ્ટેજ પર પોતાને મારવાનું શરૂ કર્યું. AAPના નેતાઓ આજે સુરતમાં પાટીદાર સમાજની છોકરીને  રસ્તા પર ફેરવવાનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન  સભાની સામે સ્ટેજ પર ભાષણ આપતા  તેમણે પોતાનો પટ્ટો કાઢીને જાહેરમાં પોતાના શરીર પર પટ્ટા મારી માફી માગી હતી.. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 
પાટીદાર યુવતીને લેટરકાંડ બાદ પોલીસે અટકાયતમાં લઈ તેને પટ્ટા માર્યા હોવાનો આક્ષેપ પણ થયો છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ જાહેર સભા સંબોધી હતી અને કહ્યું હતું કે,”અમરેલીની દીકરીને પોલીસે જે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું જાહેરમાં ખાઈશ. ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. લોકોને પણ કહ્યું કે, તમે અમને મત ભલે ન આપો પણ તમારો આત્મા જગાડો”.
 
ગોપાલ ઈટાલિયાએ જાહેર સભામાં જ પોતાનો પટ્ટો નિકાળીને એક પછી એક પોતાના શરીર પર છ વખત પટ્ટા માર્યા હતા. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યાં જ ગોપાલ ઈટાલિયાએ પોતે પણ આ વીડિયોને સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કર્યો છે.
 
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. ગુંડાઓ, દારૂવાળા, માફિયા, બુટલેગરો, તોડબાજો બેફામ ફરે છે અને નિર્દોષ લોકોને પોલીસ માર મારે છે. અમે રજૂઆત કરવા જઈએ તો અમારા પર એફઆઈઆર થાય છે. અમે દીકરીને ન્યાય અપાવી શક્યા નથી. તેથી દીકરીને પોલીસે જે પટ્ટા માર્યા છે તે પટ્ટા આજે હું જાહેરમાં ખાઈશ. આમ કહીને ગોપાલ ઈટાલીયાએ પોતાનો પટ્ટો કાઢ્યો હતો અને પોતાના જાતે જ પોતાના શરીર પટ્ટા માર્યા હતા અને કહ્યું હતું કે, ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. ગુજરાતની દીકરીઓ પર અત્યારચાર થયા છે તેની સજા મને મળવી જોઈએ. તમે અમને હરાવી દેજો પરંતુ દીકરીઓ માટે તમારે આત્મ જગાડવાની જરૂર છે.
 
કેવી રીતે થઈ સમગ્ર પ્રકરણની શરૂઆત 
આ સમગ્ર પ્રકરણની શરૂઆત એક નકલી લેટરપેડથી થઈ હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે તેમના સમર્થકો ગાંધીનગર સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી અને ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પોલીસ પાયલ ગોટીને લઈ ગઈ હતી અને તેને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે.
 
આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો એક બોગસ લેટરપેડ સોશિયલ મીડિયા પર ફરતો થયો. આ બાબતે કાનપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેના પગલે પોલીસે ભાજપના એક પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરી. જો કે, વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે પોલીસે આ કેસમાં સંડોવાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢ્યું, જેના કારણે ભારે વિરોધ થયો.
 
અમરેલીના ચર્ચાસ્પદ લેટરકાંડ કેસમાં આરોપી પાટીદાર યુવતી પાયલ ગોટીને જામીન મળી ગયા હતા.  કોર્ટ પરિસરમાં હાજર પાટીદાર સમાજના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.