ધોળકા નજીક ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત
રાજ્યમાં સતત અકસ્માતોની ઘટના વધારો થઇ રહ્યો છે. શિયાળાની શરૂઆત સાથે જ અકસ્માતોમાં પણ વધારો થતો હોય છે કારણ કે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી વિઝિબિલિટી થઇ જતી હોય છે. ત્યારે આજે આણંદ નજીક વટામણ-ભાવનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે વટામણ-ભાવનગર હાઈવે પર વારના ગામ પાસે ઈકો કાર અને ટેન્કર સામસામે ટકરાતા ઈકો કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 4 લોકોને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મોતને ભેટેલા લોકો ખંભાતના રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતી વખતે તેમની કારને ધોળકાની વટામણ ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે.