રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (10:54 IST)

આરોપી મૌલાના ઉસ્માનીની ટીમ સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ એકાઉન્ટ બનાવી યુવાનોને ટાર્ગેટ કરતી હતી

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓની તપાસ ચાલી રહી છે. જેમાં મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ એવા દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માની આખી સોશિયલ મીડિયા ટીમ રાખતા હતા તેમની ટીમ દ્વારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર સંખ્યાબંધ એકાઉન્ટ બનાવીને યુવાનોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. ધર્મની વાતો કરીને જે યુવાન પોતાના તરફ આકર્ષાય તેને કટ્ટરપંથી બનાવવાના પ્રયાસ કરવામાં આવતા હતા આવા સંખ્યાબંધ એકાઉન્ટની વિગતો એકત્રિત કરીને પોલીસની તેની તપાસ કરી રહી છે. આ ઉપરાંત ઉસ્માની દ્વારા જે લોકોની પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી હતી તેનું શું પ્લાનિંગ હતું તેની પૂછપરછ પણ ચાલી રહી છે. બીજી તરફ એટીએસની એક ટીમ તપાસ માટે પોરબંદર પહોંચી છે. જ્યારે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા યુવાનોની પણ પોલીસ વોચ રાખી રહી છે.ધંધુકાના કિશન ભરવાડ નામના યુવકે સોશિયલ મીડિયા પર મૂકેલી આપત્તિજનક પોસ્ટને લઈને ધંધૂકા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા હતા.આમ છતાં સ્થાનિક વિસ્તારના શબ્બીરને અને ઈમ્તિયાઝે તેને પાઠ ભણાવવા માટે જાહેરમાં તેની ગોળી મારીને હત્યા કરી હતી. સામાન્ય બાબત હત્યા સુધી પહોંચી જતાં માત્ર ધંધુકા પોલીસ નહીં પરંતુ અમદાવાદ ગ્રામ્યની તમામ ટીમ અને અમદાવાદની એજન્સીઓ પણ આ કેસની તપાસમાં લાગી ગઈ હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા ઈમ્તિયાઝ અને શબ્બીરની ધરપકડ કરી લીધી હતી પૂછપરછમાં એવું સામે આવ્યું હતું કે તેમને આ કામ કરવા માટે અમદાવાદના મૌલાના ઐયુબ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા અને તેની પાછળ દોરીસંચાર ભડકાઉ ભાષણો માટે જાણીતા દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીનો હતો. ગુજરાત એટીએસની ટીમ દ્વારા તમામની ધરપકડ કરવામાં આવી છે. કમર ગની ઉસ્માની ઊંડાણપૂર્વકની તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાં રોજેરોજ ચોંકાવનારી વિગતો સામે આવે છે ઉસ્માની ના મોબાઈલ ફોનમાંથી દેશના મહત્ત્વના લોકો કે જેઓ નબીની આલોચના કરતા હોય અને હિન્દુત્વનો પ્રચાર કરતા હોય તેવા 26 લોકોની પ્રોફાઈલ મળી હતી અને તેમની તમામ વિગતો એકત્રિત કરી લીધી હતી હવે આ લોકો સામે તેઓ શું કરવાના હતા તેની પૂછપરછ અધિકારીઓ કરી રહ્યા છે. બીજી તરફ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે કે કમર ગની ઉસ્માની સોશિયલ મીડિયા માટેની ટીમ એક્ટિવ હતી જે સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર સતત એક્ટીવ રહીને યુવાનોને અને યુવતીઓને આકર્ષતા હતા જેઓ ધર્મના અને કટ્ટર પંથની વાતોમાં આવી જાય તેમને તેઓ વધારે મહત્ત્વ આપી તેમની સાથે સતત સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરતા હતા અને જુદા જુદા મુદ્દે તેમને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો પોલીસ દ્વારા આ તમામ એકાઉન્ટ ની તપાસ કરવામાં આવી રહી છે અને જે યુવકો સતત તેને ફોલો કરતા હતા તેમની ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે.