ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 ઑક્ટોબર 2022 (10:38 IST)

Gujarat Assembly election 2022- હું છું વિકાસ, હું છું ગુજરાત’ બાદ 2022ની ચૂંટણીમાં આ નવા સૂત્રથી ભાજપ વિરોધીઓ સામે બાથ ભીડશે

BJP Gaurav yatra
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. આગામી થોડા દિવસોમાં જ ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. તેવામાં તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ભાજપે પણ ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે, જેના ભાગ રૂપે આજથી ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની શરૂઆત કરાવી છે. બીજી તરફ આ વખતે ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને આકર્ષવા માટે ભાજપે નવું સ્લોગન બનાવ્યું છે.ગુજરાતમાં ગઈકાલે કમલમ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ સહિતના હોદ્દેદારોએ ચૂંટણી પ્રચાર માટે LED રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

રાજ્યભરની વિવિધ બેઠકો અને જિલ્લાઓ પર આ રથ ફરીને મતદારોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરશે. ત્યારે આ રથ પર ‘ભરોસાની ભાજપ સરકાર’ સ્લોગન લખેલા જોવા મળી રહ્યા છે, જેના આધારે ભાજપ આ વખતની ચૂંટણીમાં મતદારોને આકર્ષશે અને વિરોધીઓને નબળા પાડવાનો પ્રયાસ કરશે.આ અગાઉની 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હું છું વિકાસ, હું છું ગુજરાત સ્લોગન આપ્યું હતું. જેના આધારે ચૂંટણી લડીને જીતી પણ હતી. જોકે તે દરમિયાન જ ‘વિકાસ ગાંડો થયો છે’ સ્લોગન પણ ખૂબ વાઈરલ થયું હતું. ત્યારે હવે 2022ની ચૂંટણીમાં આ વખતે ભાજપ ‘ભરોસાની ભાજપ સરકાર’ નારો ઘેર ઘેર પહોંચાડશે.