ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (15:52 IST)

અમદાવાદીઓએ ગણતરીના દિવસોમાં માસ્ક નહીં પહેરવાનો આટલા લાખ રૂપિયાનો દંડ ભર્યો

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અથાક પ્રયાસો થઈ રહ્યાં છે. આ વાયરસની સામે લડવા માટે સરકાર અને તંત્રની સાથે લોકો પણ મથી રહ્યાં છે. પરંતુ આટલા મોટા લૉકડાઉન પછી પણ વાયરસનું સંક્રમણ રોકાતું નથી અને દિવસે દિવસે મોટા આંકડાઓમાં વધી રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ દેશમાં કોરોનાનું સંક્રમણ તેની તમામ હદ વટાવી રહ્યું છે. આજે સ્થિતિ એવી છે કે,1 સપ્ટેમ્બરથી અત્યાર સુધી માસ્ક ન પહેરનાર 4,317 લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે.અપીલથી લોકો સમજ્યા નહિ એટલે માસ્ક ન પહેરેલા લોકોને દંડ કરવામાં આવ્યો. પહેલા 200 રૂપિયા ત્યાર બાદ 500 રૂપિયા અને હવે 1 હજાર રૂપિયા દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં લોકો સુધરતા નથી. ટ્રાફિક પોલીસ તો કાર્યવાહી કરી રહી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કાર્યવાહી કરી રહ્યું છે.જેમાં 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધી માસ્ક ન પહેરનાર 4,317 લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે અને 4,317 પાસેથી 43,17,000 દંડ વસુલ કર્યો છે. તેમજ કોવિડ 19 ગાઈડલાઈન ભંગ કરનાર 26 એકમોને સીલ કરાયા હતા. 480 એકમો સ્વંયભુ બંધ રાખ્યું હતું. એએમસી સતત કાર્યવાહી ચાલુ રાખશે. અમદાવાદ ફેશન સ્ટ્રીટ સીલ કરી દીધી છે. જેના વેપારીઓનું કહેવું છે કે, કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન લોકો કરતા નથી અને દંડ નાના વેપારીઓને ભરવો પડે છે. અત્યારે ઘરાકી નથી પરંતુ ફેશન સ્ટ્રીટ આગળ લોકો પાર્કિંગ કરીને ભીડ કરે છે. ટોળા થાય છે તેના કારણે સીલ કરવામાં આવ્યું છે. 6 મહિના તો બંધ હતું અને હવે સીલ કર્યું છે.જેના કારણે વેપારીઓ ને ભાડું ભરવું અને ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે.