શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (10:25 IST)

અમદાવાદમાં પત્ની પતિને પ્રેમિકા સાથે બાઈક પર જતાં જોઈ ગઈ, ત્રણેય વચ્ચે બોલાચાલી થતાં પ્રેમિકાએ યુવતીને લાત મારી

અમદાવાદમાં સાબરમતિ વિસ્તારમાં પત્ની પતિને પ્રેમિકા સાથે બાઈક પર જતાં જોઈ ગઈ હતી. પત્નીની એક બુમથી પતિએ બાઈક ઉભું રાખી અને પત્ની સાથે બોલાચાલી શરૂ કરી હતી. સાથે સાથે પ્રેમિકાએ પણ બોલાચાલી કરી હતી. ત્રણેય વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પ્રેમિકાએ પ્રેમીની પત્નીને લાત મારી નીચે પાડી દીધી હતી. પતિએ પત્નિને જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અને પ્રેમિકાને બાઈક પર બેસાડી ફરાર થઈ ગયો હતો. સાબરમતી પોલીસ સ્ટેશનમાં પત્નીએ પતિ અને પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાબરમતી વિસ્તારમાં 25 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. મંગળવારે સાંજે યુવતી તેના નાના પુત્રની દવા લેવા માટે પંચશીલ હોસ્પિટલ પાસે ગઈ હતી. ઘરે પરત ફરતી હતી ત્યારે તેને બાઈક પર પતિને તેની પ્રેમિકા સાથે જતા જોઈ ગઈ હતી. પત્નીની બૂમ સાંભળી પતિએ બાઈક ઉભું રાખી દીધું હતું. ઝઘડો કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો. યુવતી તેના પતિને પકડવા લાગતાં તેણે ધક્કો માર્યો હતો. પતિની પ્રેમિકાએ પણ યુવતીને લાત મારી હતી. જેથી તે નીચે પડી ગઈ હતી. જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ કહી અને પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો હતો. યુવતી તેના ભાઈ સાથે  સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચી હતી અને પતિ તેમજ તેની પ્રેમિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.