રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 20 ઑક્ટોબર 2021 (16:02 IST)

અમદાવાદમાં આતંકી હુમલાની દહેશતને લઈ એલર્ટ,

અમદાવાદમાં આતંકી હુમલાની દહેશતને લઈ એલર્ટ, અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું. શૉપિંગ મોલ, મલ્ટિપ્લેક્સમાં સઘન ચેકિંગના અપાયા આદેશ

 
દરિયાઇ માર્ગેથી 10થી 12 જેટલા આતંકીઓ ગુજરાત સીમામાં ઘુસી શકે છે અને હુમલાને અંજામ આપે એમ છે.
 
ગુજરાતમાં ફરી એકવાર આતંકવાદી હુમલાની દહેશતને લઇને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ગુપ્ત એજન્સીઓના ઇનપુટને આધારે એલર્ટ જાહેર કરાયું છે. દરિયાઇ માર્ગેથી આતંકવાદીઓ ગુજરાતમાં પ્રવેશી શકે છે અને હુમલો કરે એવી દહેશત વ્યક્ત કરાઇ છે.