મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 11 જુલાઈ 2023 (14:14 IST)

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધડાકાભેર અકસ્માતમાં બેનાં મોત, 10થી વધુ ઘાયલ

gujarat news
gujarat news
રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી.. જ્યાં કાર અને ST બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં એમ્બ્યુલન્સ દોડતી થઇ ગઇ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકુ વળી ગયું છે.

જ્યારે એસ.ટી. બસ ડિવાઇડર તોડીને હાઇવેની નીચે ઉતરી ગઇ હતી. નડિયાદ પાસેથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. મંગળવારે સવારે અહીંયા કાર અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બન્નેની ટક્કર એટલી જોરદાર હતી કે, કાર હાઈવે પર જ ઉથલી પડી હતી, જ્યારે એસટી બસ સીધી રેલીંગ તોડી બાજુની સાઈડમાં ખાડામાં જતી રહી હતી. બંન્ને વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું. કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એસટી ખાડામાં પડતા ઈમરજન્સી દરવાજા મારફતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
Accident on Ahmedabad-Vadodara Express Highway
Accident on Ahmedabad-Vadodara Express Highway

આ અકસ્માત ગ્રસ્ત કારમાંથી MLA GUJARAT લખેલી પ્લેટ પણ મળી આવી છે.અકસ્માતમા 10થી વધુ વ્યકિતઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમાં બે વ્યકિતઓ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. અકસ્માતની જાણ થતાં જ 108ની નડિયાદ, આણંદ, ઉત્તરસંડાની 5 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. પોલીસ પણ પહોંચી ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે. આ એસટી બસ વડોદરા-ગાધીનગર-વડોદરા હતી.