રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જુલાઈ 2021 (08:54 IST)

સ્વિટી પટેલ હત્યા કેસ:PI અજય દેસાઇએ પોતાના બીજા લગ્નની વાત સ્વિટીથી છુપાવી હતી

પીઆઇ અજય દેસાઇએ તેની પત્ની સ્વીટી પટેલનું ગળુ દબાવીને કરેલી હત્યાના ચકચારી પ્રકરણમાં પોલીસ તપાસમાં રોજ નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે ત્યારે પીઆઇ દેસાઇએ તેના બીજા લગ્નની વાત પત્ની સ્વીટીથી છુપાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલના ભાઇ જયદિપ પટેલે આરોપ લગાવ્યો હતો કે તેમની બહેન પતિના બીજા લગ્નથી અજાણ હતી. તેને અજય દેસાઇ એ એવું જુઠ્ઠુ જણાવ્યું હતું કે મારા સમાજીક રીતે લગ્ન ની વાત ચાલી રહી છે અને હજું માત્ર સગપણની વાત ચાલે છે. જો કે તે સમયે વાસ્તવમાં અજય દેસાઇના બીજા લગ્ન થઇ ચુકયા હતા.

પતિના સગપણની વાત સાંભળતાં જ સ્વીટી સમસમી ગઇ હતી. જો કે સમગ્ર મામલામાં સ્વીટી બીજી વાર સગર્ભા હોવાની વાતો બહાર આવી રહી છે ત્યારે જયદીપ પટેલે જણાવ્યું હતું કે સ્વીટી બીજી વાર સગર્ભા હતી તેવી કોઇ વાત પરિવારને સ્વીટીએ કરી જ ન હતી. સ્વીટી દરેક બાબતો તેમની સાથે જણાવતી હતી પણ આવી કોઇ બાબત તેણે જણાવી ન હતી. બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અજય દેસાઇ અને કિરીટસિંહની વિવિધ મુદ્દા પર પુછપરછ કરી રહી છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે અજય દેસાઇએ સામાજીક રીતે કરેલા લગ્ન બાદ સ્વીટીએ પોતાના લગ્નને કાયદેસરની માન્યતા મળે તે માટેના પ્રયાસો શરુ કરતાં તે મુદ્દે પતિ-પત્નીને તકરાર ચાલતી હતી. ગત 4 જુને આ જ મુદ્દા પર પતિ પત્ની વચ્ચે તકરાર થતાં આવેશમાં અજય દેસાઇએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી બીજા દિવસે લાશનો દહેજ પાસેની હોટેલ નજીક સળગાવી દઇ નિકાલ કર્યો હતો. સ્વીટી પટેલના ભાઇ જયદિપ પટેલે આરોપ લગાવ્યો હતો કે તેમની બહેન અજય દેસાઇના બીજા લગ્નથી અજાણ હતી.અજયે સ્વીટીને માત્ર એવું જ જણાવ્યું હતું કે તેના લગ્નની વાત ચાલી રહી છે. તેની સગાઇ પણ હજું કરી નથી. સ્વીટીએ જ આ વાત તેમને જણાવી હતી કે ઘરવાળા અજયના લગ્નની વાત ચલાવી રહ્યા છે અને તેમાં અજયની સંમતી નથી. તેમણે આરોપ લગાવતાં જણાવ્યું હતું કે અજય એ સ્વીટીને જુઠ્ઠુ જણાવ્યું હતું કે તેના લગ્નની વાત ચાલી રહી છે. વાસ્તવમાં અજયના લગ્ન થઇ ચુકયા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લે તેઓ ધુળેટીના દિવસે સ્વીટીના ઘેર ગયા ત્યારે તેમના બહેન અને અજય ખુબ ખુશ હતા અને બંને વચ્ચે કોઇ પ્રોબ્લેમ હોય તેવું લાગતું ન હતું. અજય અને સ્વીટી વચ્ચે ઝઘડા થયા હોય તેવું લાગતું ન હતું.