શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (21:37 IST)

અંબાજી મંદિર 15 થી 22 જાન્યુઆરી બંધ રહેશે, રાજ્યમાં કોરોનાના કેસો વધતા ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે, જેને જોતા અંબાજી મંદિર 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં ગબ્બર શક્તિપીઠ પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે, સાથે જ 17 જાન્યુઆરીએ યોજાનારી પોષી પુનમનો કાર્યક્રમ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભક્તો માટે અંબાજી મંદિરથી આરતીનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. અંબાજી મંદિરમાં યોજાનાર માતાજીની શોભાયાત્રા તેમજ સાંસ્કુતિક કાર્યક્રમો પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે
 
રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે, કોરોના સંક્રમણ વધતા રાજ્યમાં અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેમાં નેતાઓ પણ બાકાત રહ્યા નથી. ત્યારે મંદિરે આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. તેથી ચર્ચા વિચારણાના અંતે વ્યવસ્થાપક સમિતિ દ્વારા શ્રી અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો તારીખ 15 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેને ધ્યાન લઈ શ્રી અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો તારીખ 15 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જ્યારે 15 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022 સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
 
રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં 15મી જાન્યુઆરી શનિવારે રજા જાહેર કરાઈ છે, જેથી ઉત્તરાયણની સાથે હવે વાસી ઉત્તરાયણ પણ મનાવી શકાશે. પણ, કોરોના વાયરસના ચેપને નિયંત્રણ કરવા સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ/અધિકારીઓ તેમજ આવશ્યક/તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલા વિભાગો/કચેરીઓ જેવી કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ તેઓને સંલગ્ન કચેરીઓ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને તેઓને સંલગ્ન કચેરીઓ, કલેક્ટર કચેરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી કચેરીઓ, પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ (આવશ્યક/તાત્કાલિક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારી/અધિકારીઓ), ગેસ, વીજ વિતરણ કરતી કંપનીઓ, પાણી પુરવઠા સાથે સંકળાયેલ સંલગ્ન કચેરીઓ, પોલીસ તંત્ર, હોમગાર્ડ્સ, નાગરિક સંરક્ષણ વગેરે જેવી કચેરીઓને રજા સંબંધિત સૂચનાઓ લાગુ પડશે નહીં.