બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 ડિસેમ્બર 2024 (16:49 IST)

અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં, BAPS સ્વામિનારાયણ સંસ્થા સહિત ત્રણ કાર્યક્રમમાં આપશે

Amit shah in gujarat- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે, અમદાવાદના 3 કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી, આ કાર્યક્રમો ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં યોજાનાર છે.
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમની વાત કરીએ તો અમદાવાદના ત્રણ કાર્યક્રમમાં શાહ હાજરી આપવાના છે. જેમાં સવારે 10:30 ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.
 
 સવારે 11:30 ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે 
 
 તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર્તા સ્વર્ણ જયંતીમાં પણ અમિત શાહ હાજર રહેવાના છે.

બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનો કાર્યકર્તા સુવર્ણ મહોત્સવ 7મી ડિસેમ્બરે યોજાવા જઈ રહ્યો છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હાલ આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.