શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (13:23 IST)

ગુજરાત સરકારે મેલેરિયાની આ બે દવા પર ફરમાવ્યો પ્રતિબંધ

ગુજરાત સરકારે મેલેરીયાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતી બે દવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરકારે  આર્ટીમિથર અને લ્યુમેટેન્ટ્રીન નામની બે દવાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અંગે સરકારે તેના હેલ્થ વિભાગ હેઠળ કામ કરતા તમામ તબીબી અધિકારીઓને એક પરીપત્ર જાહેર કરીને આ અંગે જાણ કરી છે. જો કે આ બન્ને દવાઓના ઉપયોગથી આડસર થતી હોવાના અહેવાલ બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તે પણ જણાવવામાં આવ્યુ છે કે ડોકટરો દ્વારા મેલેરીયા અને  ઈન્ફેકશનની સારવાર માટે  દર્દીઓને આર્ટીમિથર અને લ્યુમેટેન્ટ્રીન દવા ન લખી આપવી જોઈએ.

તેમજ સરકારે રાષ્ટ્રીય વેક્ટર બર્ન ડીસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ, નવી દિલ્હી પાસેથી પ્રાપ્ત પત્ર અને ઈમેલનો ઉલ્લેખ કરતા જણાવ્યુ છે કે આ બન્ને દવાઓની આડ અસર થતી હોવાથી તેનો ઉપયોગ ન કરવો જોઈએ. જે દર્દીઓની સારવાર માટે આ બન્ને દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેમની યાદી અને મેડિકલ રેકોર્ડસ મોકલવા માટે મેડિકલ ઓફિસરોને  સુચના આપવામાં આવી છે. તેમજ દર્દીઓને આ દવાથી જે આડસર થઈ હોય તેનુ મોનીટરીંગ કરવા માટે જણાવવામાં આવ્યુ છે. આ તમામ રીપોર્ટે તૈયાર કરીને મેડિકલ ઓફિસરોએ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને મોકલવો પડશે. આ દવા ખાવાથી દર્દીને સ્નાયુઓનો દુખાવો થવો, તાવ આવવો, ભૂખ ન લાગવી, માથામાં દુખાવો થવો સહિતની આડસરો થાય છે.