શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 2 એપ્રિલ 2022 (14:39 IST)

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સાબરમતી ગાંધી આશ્રમની લીધી મુલાકાત, હૃદયકુંજ ​​​​નિહાળીને રેટિંયો કાંત્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે અમદાવાદમાં ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. બંને નેતા આજથી બે દિવસ અમદાવાદની મુલાકાતે છે. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. તેમણે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એ ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. તેઓ આજે સાંજે 4 વાગ્યે નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગરબ્રિજ સુધી રોડ શો યોજવાના છે. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાને પગલે ગુજરાતમાં પણ આવી કોઇ ઘટના ન બને એના માટે તેમની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
 
હૃદયકુંજ ​​​​નિહાળીને રેટિંયો કાંત્યો
ગાંધી આશ્રમની મુલાકાતને પગલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. સવારથી જ ગાંધી આશ્રમમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આશ્રમમાં આવનારી દરેક વ્યક્તિને ચેક કરવામાં આવી હતી. તેમની પૂછપરછ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, 2 DCP અને એસીપી સહિતના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સમગ્ર હૃદયકુંજ નિહાળ્યું હતું. ત્યાર બાદ તેમણે રેંટિયો કાંત્યો હતો.