સ્વીટીબેન પટેલ ગુમ થયાની કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસ કરશે
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટીબેન પટેલ ગુમ થયાના કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસને સોંપવાની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ટેકનિકલ અને એફએસએલની મદદની આધારે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ઉપરાંત આવશ્યકતા અનુસાર શંકાસ્પદ લોકોના એસડીએસ, પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામા આવી રહી છે.
વડોદરા શહેરની મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શહેર કાયદો અને વ્યવસ્થાની પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરવાની સાથે શી ટીમના કાઉન્સિંલિગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરાવ્યો છે.