શનિવાર, 9 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (13:04 IST)

ગુજરાતમાં મોટી દુર્ઘટના - અમદાવાદમાં બાંધકામ હેઠળની બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા 7 ના મોત

ahmedabad
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની નિકટ  એસ્પાયર નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યુ હતુ. આજે સવારે અચાનક લિફ્ટ તૂટી પડતા કામ કરી રહેલા 7 શ્રમિકોના મોત થયાના સમાચાર છે. 
 
એસપાયર 2 નામની બિલ્ડીંગમાં સવારે 9:30 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા અને તે દરમિયાન લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાયા હતા. હાલમાં ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી. તે આધારે અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ.

મૃત્યુ પામનાર શ્રમિકોના  નામ 
 
સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​
જગદીશભાઈ રમેશભાઈ નાયક
અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​
મુકેશ ભરતભાઈ નાયક ​​​​​​
મુકેશભાઇ ભરતભાઇ નાયક
રાજમલ સુરેશભાઇ ખરાડી
પંકજભાઇ શંકરભાઇ ખરાડી