રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 નવેમ્બર 2019 (12:02 IST)

હવેથી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે જોઇશે આટલી લાયકાત, આટલી હોવી જોઇએ ટાઇપિંગ સ્પીડ

રાજ્ય સરકાર દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં બિનસચિવાલયની પરીક્ષામાં સ્નાતકની ડિગ્રી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે હવે આગામી સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કલાર્ક તરીકેની ધો. 12 પાસની બદલે ગ્રેજ્યુએટ કરી દીધી છે.

રાજ્ય સરકારે પરત ખેંચેલો નિર્ણય ફરીથી અમલમાં મૂક્યો છે. હવે સ્નાતક ઉમેદવાર જ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત ગુજરાત સિવિલ સર્વિસીઝ કલાસિફિકેશન એન્ડ રિક્રુમેન્ટ(જનરલ) રૂલ્સ, 1967 પ્રમાણે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ આવશ્યક છે. ગુજરાતી અને અંગ્રેજીમાં ડેટા એન્ટ્રી દર કલાકે પાંચ હજાર અક્ષર ટાઈપ કરી શકે તેવી સ્પીડ પણ હોવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, 17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષામાં સરકારે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટની ડિગ્રી ફરજિયાત રાખી હતી પરંતુ રાજ્યના તમામ ગામોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા રાજ્ય સરકારે નિર્ણય પાછો ખેંચીને બિનસચિવાલય કલાર્કમાં ધોરણ 12ની લાયકાત નક્કી કરવામાં આવી હતી.